For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિરણ મોરેએ કરી સચિન માટે ભવિષ્યવાણી

By Super
|
Google Oneindia Gujarati News

sachin
મુંબઇ, 20 ફેબ્રુઆરીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેની વાત માનીએ તો ઓસ્ટ્રેલિયા વિરુદ્દ ટીમ ઇન્ડિયાની જીત નિશ્ચિત છે અને સચિન તેંડુલકર આ શ્રેણીમાં ધમાલ મચાવવાના છે. મીડિયા સાથે વાતચીત કરતા મોરેએ જણાવ્યું કે ટીમ ઇન્ડિયા પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી જીતવાની સારી તક છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર ટીમ ઇન્ડિયાને જાગૃત કરવા માટે હતી.

મોરેએ જણાવ્યું કે, ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી હતી, ત્યારે મોસમે મોટી ભૂમિકા નિભાવી હતી. તે સમયે ઠંડી હતી અને ઇંગ્લેન્ડના ખેલાડીઓએ તેનો પૂરેપૂરો લાભ લીધો હતો, પરંતુ હવે જ્યારે ઓસ્ટ્રેલિયા અહીં રમવા આવી છે ત્યારે ગરમી શરૂ થઇ ચૂકી છે. આ માહોલમાં ઓસ્ટ્રેલિયાની જીત ઘણી મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે આ વાતની પ્રબળ સંભાવના છે કે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી આપણે 2-1થી કે પછી 2-0થી જીતીશું.

આ ઉપરાંત મોરેએ જણાવ્યું કે આ શ્રેણીમાં સચિન તેંડુલકર જોરદાર બેટિંગ કરશે અને બે સદી ફટાકરશે. સાથે જ તેમણે હરભજન સિંહના પણ વખાણ કરતા કહ્યું કે, તે સારી લયમા દેખાઇ રહ્યાં છીએ. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમને રેકોર્ડ સારો છે. તેથી તે સારી બોલિંગ કરી શકશે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા પાસે ઇંગ્લેન્ડની જેમ કોઇ સોરો સ્પિન બોલર નથી. ઇંગ્લેન્ડ ટીમમાં ગ્રીમ સ્વાન અન મોન્ટી પાનેસર હતા, જેમણે ભારત વિરુદ્ધ સારી બોલિંગ કરી હતી, પંરતુ ઓસ્ટ્રેલિયા ટીમમાં એવા કોઇ સ્પિન બોલર નથી જે 20 વિકેટ લઇ શકે.

તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવવા માટે ટીમ ઇન્ડિયાએ 500થી વધારે સ્કોર બનાવવો પડશે, જે ઇંગ્લેન્ડ સામે થઇ શક્યા નહોતા. વિરેન્દ્ર સેહવાગ અંગે મોરેએ કહ્યું કે તેમના માટે શ્રેણી પડકારરૂપ રહેશે. તેમના પર રન બનાવવાનું ઘણું દબાણ છે. આ વખતે તેમના જોડીદાર ગૌતમ ગંભીર પણ ટીમમા નથી. તેથી તેમણે ઘણું સમજી વિચારીને રમવું પડશે. તેમનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. નોંધનીય છે કે બન્ને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 22 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં રમાવાની છે.

English summary
kiran more predicted sachin tensulkars inning against australia test series
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X