For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-6: નાઇટ રાઇડર્સે આપી ડેર ડેવિલ્સને માત

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 4 એપ્રિલ: આઇપીએલ-5ની વિજેતા ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે બુધવારે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ ગયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનના પહેલા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટથી ધૂળ ચટાડી વિજયી પ્રારંભ કર્યો.

આ રીતે નાઇટ રાઇડર્સ ટીમ ખિતાબ બચાવવાની દોડમાં જીતની સાથે આગાજ કરવામાં સફળ રહી જ્યારે મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીમાં ડેરડેવિલ્સને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

kkr
નાઇટ રાઇડર્સે ડેરડેવિલ્સ દ્વારા કરવામાં આવેલા 129 રનોના લક્ષ્યને 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. કપ્તાન ગૌતમ ગંભીરે યજમાન ટીમ માટે સૌથી વધારે 42 રન બનાવ્યા. યુસુફ પઠાણે 18 અને ઇયોન મોર્ગન 14 રનો પર અણનમ રહ્યા. પઠાણે 16 બોલમાં એક છગ્ગો અને મોર્ગને 15 બોલમાં એક ચોગ્ગો લગાવ્યો. બંનેની વચ્ચે 30 રનોની ભાગીદારી થઇ.

નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી હતી. ગયા વર્ષે ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સની સામે જોરદાર પારી રમીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા માનવિંદર બિસલા માત્ર 4 રન બનાવી આશીષ નેહરાની ઓવરમાં આઉટ થઇ ગયા. બિસલાએ 9 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો.

ત્યારબાદ ગંભીર અને જેક્સ કેલિસ 23 રને બીજા વિકેટ માટે 47 રનોની ભાગીદારી કરી ટીમને મુશ્કેલીમાંથી નિકાળીને સારી સ્થિતિમાં પહુંચાડ્યું. કેલિસ સારા ફોર્મ હતા પરંતુ તેને 52 રન પર શાહબાજ નદીમે આઉટ કરીને કોલકાતાને મોટો ઝટકો આપ્યો. જોકે કોલલાતા નાઇટ રાઇડર્સને ડેરડેવિલ્સ આપેલા 129 રનોના લક્ષ્યને 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર કરી મેચ જીતી લીધી.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
Kolkata Knight Riders started their title defence on a confident note as they comfortably defeated Delhi Daredevils by six wickets in the opening encounter of the sixth edition of Indian Premier League (IPL6) here on Wednesday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X