For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરમશાળા મેચમાં કુલદીપ યાદવ છવાયા!

કુલદીપ યાદવ (4/68)ના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 300 રનમાં ઓલ આઉટ કરી નાખી હતી

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ હાલ રમાઈ રહી છે. પોતાની પ્રથમ મેચ રમી રહેલા કુલદીપ યાદવ (4/68)ના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 300 રનમાં ઓલ આઉટ કરી નાખી હતી. જો કે હાલ બંન્ને ટીમ 1-1થી સમાન છે. ધર્મશાળા રમાઈ રહેલી આ ચોથી ટેસ્ટ મેચ છે. જ્યાં ટીમ ભારત સાતમી શ્રેણી જીતે તેવી એક તરફ શક્યતાઓ છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ 13 વર્ષ પછી ભારતમાં પ્રથમ શ્રેણી જીતી શકે છે.

kuleep yadav

જો કે કમનસીબે ભારતના કેપ્ટન વિરાટ કોહલી ખભામાં થયેલી ઈજાને કારણે આ મેચ રમી નહીં શકે. એની જગ્યાએ અજિંક્ય રહાણે હાલ ટીમની કપ્તાની જોઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 111 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ ડેવિડ વોર્નર (56) અને મેથ્યૂ વેડ (57) રનની ઇનિંગ રમી હતી. જવાબમાં પ્રથમ દિવસના અંતે ભારતે એક ઓવરમાં વિના વિકેટે કોઇ રન બનાવ્યો નહતો. લોકેશ રાહુલ અને મુરલી વિજય અણનમ રહ્યાં હતા. સ્મિથ-વોર્નરની વચ્ચે 134 રન ભાગેદારી રમાઇ હતી. તો બીજી તરફ કુલદીપ યાદવે 4 વિકેટ અને ઉમેશ યાદવએ 2 વિકેટ વિકેટ ઝડપી હતી. ત્યાં જ અશ્વિનએ, ભૂવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપૂ હતી.જ્યારે 1 ખિલાડી રન આઉટ થયો હતો. યાદવે વોર્નર, પીટર હૈડ્રસકોમ્બ અને ગ્લેન મૈક્સવેલને પેવેલિયન તરફ પાછા મોકલ્યા હતા.

ટિમનાં ખિલાડીયોનુ લીસ્ટ

ભારત: લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, કરૂણ નાયર, ભૂવનેશ્વર કુમાર, રિદ્ધિમાન સહા, અશ્વિન,

ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, શોન માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, નાથન લિયોન જોશ હેઝલવુડ, મેથ્યૂ વેડ, હેન્ડ્સકોમ્બ, પેટ કમિન્સ, ઓ કીફ,મેટ રેન શો,

English summary
kuldeep yadav makes stunning debut as visitors throw away good start.Read here more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X