અનિલ કુંબલે બન્યા ICC ક્રિકેટ કમિટિના નવા ચેરમેન

અનિલ કુંબલે સુનિલ ગાવસ્કર બાદ આ પદને સંભાળનાર બીજા ભારતીય ખેલાડી છે. જોકે આ પદ માટે પૂર્વ ભારતીય કપ્તાન રાહુલ દ્રવિડનું પણ નામ હરોળમાં હતું, પરંતુ તે ચેરમેન બનવા માટે રાજી ન હતા.
કુંબલેએ જણાવ્યું કે 'મને આશા છે કે અમે કલાઇવના કાર્યોને આગળ ધપાવીશું, હું અને એંડ્ર્યુ મોર્ડન ક્રિકેટ સાથે જોડાયેલી બાબતોને બખુબી સમજીએ છીએ, અને તેને સારી રીતે પાર પાડી શકીશું.' સ્ટ્રાસને હાલમાં જ ઇયાન બિશપના સ્થાને કમિટિમાં લેવાયો છે.
આઇસીસી સૂત્રોના જણાવ્યા અનુસાર કુંબલેને ત્રણ વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો છે. ક્રિકેટ કમિટિની બેઠક વર્ષમાં માત્ર બે વખત થાય છે, જે હવે નવેમ્બરમાં થશે.












Click it and Unblock the Notifications
