For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાવસ્કરે એવું તો શું કહ્યું કે લક્ષ્મણની લાગણી દુભાઇ!

|
Google Oneindia Gujarati News

vvs laxman
હૈદરાબાદ, 17 જૂન : ટીમ ઇન્ડિયાના સ્ટાઇલિશ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે ભૂતપૂર્વ ભારતીય કપ્તાન સુનિલ ગાવસ્કરનું નામ લીધા વગર કહ્યું કે તેમના એ નિવેદનથી દુ:ખી છું કે હૈદરાબાદમાં પ્રતિભાની ખોટ છે. મારું માનવું છે કે બધું આપની પ્રતિબદ્ધતાની સાથે જ એ વાત પર નિર્ભર કરે છે કે આપ ટીમનું પ્રતિનિધિત્વ કરી વખતે ગર્વનો અનુભવ કરે.

લક્ષ્મણ ગઇકાલે હૈદરાબાદ ક્રિકેટ એશોસિએશન આવ્યા હતા, જ્યાં તેમણે સાત યુવા ખેલાડીઓને સમ્માનિત કર્યા. સમાચાર પત્ર 'દ હિન્દુ'ના અનુસાર લક્ષ્મણે કહ્યું કે 'હું એ વાતથી દુ:ખી છું કે એક પૂર્વ મહાન ખેલા઼ડીએ હૈદરાબાદમાં ક્રિકેટના સ્ટેંડર્ડ પર આ પ્રકારની ટિપ્પણી કરી.' મને યાદ છે કે 1987માં હૈદરાબાદે રણજી ટ્રોફી જીતી હતી, જ્યારે એ પહેલા શહેરમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ અને વનડે મેચોનું આયોજન ઓછું થતું હતું.

લક્ષ્મણે પોતાના જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે એ વખતે અહીં એટલી સુવિધાઓ ન્હોતી જ્યારે મેં મારુ કરિયર શરૂ કર્યું હતું. પરંતુ હવે અત્રે સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. લક્ષ્મણે બારતની તરફથી 131 ટેસ્ટ મેચ, 8,781 રન બનાવ્યા. જેમાં તેમણે 17 સદી અને 56 અર્ધસદી ફટકારી છે. જ્યારે 86 વનડે મેચમાં લક્ષ્મણે 6 સદી અને 10 અર્ધસદીની મદદથી 2,338 રન બનાવ્યા છે.

English summary
Former India batsman VVS Laxman has said he was "deeply hurt" by former captain Sunil Gavaskar's adverse comment on the standard of Hyderabad cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X