• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખેડૂત પુત્રી લવલીના - જાણો અંતરિયાળ ગામથી ટોક્યો ઓલિમ્પિક 2020 સુધીની સફર

|
Google Oneindia Gujarati News

આસામ : ટોક્યો ઓલિમ્પિક 2020માં લવલીના બોરગોહેને પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. લવલીના ભલે 69 કિગ્રા મહિલા બોક્સિંગ સેમી ફાઇનલ મુકાબલામાં તુર્કીની વિશ્વ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલી સામે હારી ગઇ હોય, પરંતુ તેણે ભારતના ખાતામાં મેડલ મૂક્યો છે. તેણે બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં મેડલ જીતનારી મેરી કોમ બાદ તે બીજી ભારતીય મહિલા બની ગઇ છે. મેડલ જીત્યા બાદ તેને ચારે તરફથી પ્રશંસા મળી રહી છે. જો કે લવલીનાની સફળતાને કારણે માત્ર મેડલ જ નથી મળ્યો, પરંતુ આસામના અંતરિયાળ ગામને પણ નવી ઓળખ મળી છે. જે અત્યાર સુધી કેટલીક સુવિધાઓથી વંચિત હતું.

અંતરિયાળ ગામને આપી નવી ઓળખ

અંતરિયાળ ગામને આપી નવી ઓળખ

લવલીનાના કારણે તેના ગામને નવી ઓળખ મળી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, લવલીના ગામનો રસ્તો કાચો હતો, પરંતુ જેમ આસામ સરકારને ખબર પડી કે,મેડલ નિશ્ચિત છે, તેમ તાત્કાલિક લવલીના ગામનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ ગામમાં પાક્કા રસ્તાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ગોલાઘાટ જિલ્લાના બારોમુથિયા ગામની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ હવે આખા ગામમાં ખુશીનું વાતાવરણ છે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં લવલીનાનીવીરતાના કલાકો બાદ ગામમાં કોંક્રિટના રોડ બની ગયા છે. ગામમાં હવે સારા બદલાવ આવી રહ્યા છે.

ખેતરમાં ડાંગર વાવતી હતી લવલીના

ખેતરમાં ડાંગર વાવતી હતી લવલીના

ગત વર્ષે લોકડાઉન દરમિયાન લવલીના તેના પિતા ટીકેન બોરગોહેનને ડાંગરના ખેતરોમાં મદદ કરી રહી હતી. તેના પિતા જણાવે છે કે, લવલીનાને આનાથી પોતાના ભૂતકાળ સાથે તાલમેલ રાખવામાં મદદ મળે છે.

લવલીના પિતા ટીકન બોરગોહેનું કહેવું છે કે, ડાંગરના ખેતરમાં કામ કરવું તેના માટે કંઈ નવું નથી. તે લાંબા સમયથી તે કરી રહી છે. અમે તેને આવું ન કરવા માટે કહીએ છીએ, પરંતુ લવલીના કહે છે કે, તેનાથી તેને પોતાના ભૂતકાળ સાથે જોડાયેલી રહે છે.

લવલીનાનો ગામથી ટોક્યો સુધીનો સંઘર્ષ

લવલીનાનો ગામથી ટોક્યો સુધીનો સંઘર્ષ

લવલીનાએ ઓલિમ્પિક મેડલ જીતવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ગત વર્ષે જુલાઈમાં જ્યારે તેના મોટાભાગના ખેલાડીઓ પટિયાલામાં રાષ્ટ્રીય શિબિરમાં હતી, ત્યારે લવલીના તેની માતા મૈમોનની સંભાળ રાખવામાં વ્યસ્ત હતી. તેની માતાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું. જે બાદ લવલીના કોરોના સંક્રમિત

થઇ હતી. જે કારણે તે પ્રેક્ટિસ પણ કરી શકી ન હતી. જો કે, તેણે ટોક્યો 2020માં પોતાની તાકાતનો પરચો આપી દીધો હતો.
વર્ષ 2009માં લવલિનાના કોચ પ્રશાંત કુમાર દાસે જણાવ્યું કે, કેવી રીતે લવલીના સંઘર્ષ કરતી વખતે આગળ વધી હતી. કલ્પના કરવી મુશ્કેલ હતી કે, બારપથરથી 3-4 કિલોમીટર દૂર આ બધી છોકરીઓ સાયકલ ચલાવતી હતી. જેમાં ક્યારેક તેમના શરીર પર ઇજાના નિશાનો પણ જોવા મળતા હતા. રસ્તામાં પથ્થરો પડયા હોય ત્યારે મુસાફરી કરવી સરળતા હોતી નથી. લવલીનાના પિતા એક નાના ચાના બગિચાના માલિક છે. તેમને આશા છે કે, હવેથી પરિસ્થિતિ સુધરશે અને ગામ આવનારા વર્ષોમાં પ્રગતિ કરશે.

English summary
Not only has Lovelina's success earned her a medal, but the inland village of Assam has also found a new identity. Which so far was deprived of some features.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X