For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેપ્ટન કૂલ મિસ્ટર ધોનીએ બનાવ્યો કેપ્ટનશિપનો નવો રેકોર્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સિડની, 18 ડિસેમ્બર: ગાબાની ઉછાળ ભરેલી પીચો પર અત્યાર સુધી ભારતે જે પ્રકારે પ્રદર્શન કર્યું છે તેને જોઇને લાગે છે કે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બ્રિસબેન ટેસ્ટ શરૂ થતાં પહેલાં જે કહ્યું હતું તે ખોટું ન હતું અને તેના લીધે તો કદાચ તેમની ગણતરી વિશ્વના સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોનીએ બ્રિસબેન ટેસ્ટ પહેલાં કહ્યું હતું કે તેમની ટીમ બ્રિસબેનમાં એડીલેડ ટેસ્ટની હારનો બદલો લેશે.

અને કદાચ આ જ કારણ છે કે તે કેપ્ટન તરીકે રેકોર્ડ પર રેકોર્ડ બનાવવા જઇ રહ્યાં છે. બ્રિસબેન ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરી રહેલા કેપ્ટન ધોની હવે વિદેશી ધરતી પર પણ સૌથી વધુ ટેસ્ટ મેચોની કેપ્ટનશીપ કરનાર ભારતીય કેપ્ટન બની ગયા છે. આ પહેલાં તેમના નામ પર સૌથી વધુ ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરવાનો અને સૌથી વધુ મેચોમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવવાનો રેકોર્ડ છે.

ms-dhoni

કેપ્ટન કૂલ મિસ્ટર ધોનીએ બનાવ્યો કેપ્ટનશીપનો નવો રેકોર્ડ
કેપ્ટન તરીકે ધોની બ્રિસબેનમાં પોતાની કેરિયરની 12મી ટેસ્ટ મેચ રમી રહેલા છે, આ પહેલાં વિદેશી ધરતી પર પણ સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ નવાબ મંસૂર અલી ખાં પટોડીના નામે હતો જેમણે 11 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી.

કેપ્ટન તરીકે ધોનીની બ્રિસબેનમાં 12મી ટેસ્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી ધોનીના નેતૃત્વમાં 57 મેચ રમી છે જેમાંથી 27 મેચોમાં ભારત જીત્યું છે અને 17માં તેને હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 14 ટેસ્ટ મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી.

English summary
Mahendra Singh Dhoni became the most successful Indian Test captain when he eclipsed Sourav Ganguly’s record of 21 victories from 49 Tests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X