For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમસી મેરીકૉમ અને પીવી સિંધુને મળી શકે છે પદ્મ સમ્માન, રમતગમત મંત્રાલયે કરી ભલામણ

દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ વિભૂષણ માટે રમતગમત મંત્રાલયે છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મહિલા બોક્સર એમસી મેરીકૉમના નામની ભલામણ કરી છે.

|
Google Oneindia Gujarati News

દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ વિભૂષણ માટે રમતગમત મંત્રાલયે છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મહિલા બોક્સર એમસી મેરીકૉમના નામની ભલામણ કરી છે. આ પહેલી વાર છે જ્યારે રમતગમત મંત્રાલયે કોઈ મહિલા એથલીટનું નામ ભારત રત્ન બાદ બીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન માટે મોકલ્યુ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ જણાવ્યુ કે મેરીકૉમનું નામ રમતગમત મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવેલ નવ એથલીટમાંથી છે. પહેલી વાર છે જ્યારે બધા એથલીટ મહિલા છે.

sindhu-merycom

બેડમિન્ટર સ્ટાર પીવી સિંધુ જેમણે ઓગસ્ટમાં ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. તેમનુ નામ દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મભૂષણ માટે ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ખિતાબ મેળવનાર ભારતની પહેલી ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે એમસી મેરીકૉમને વર્ષ 2013માં પદ્મભૂષણ અને વર્ષ 2006માં પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સિંધુ વર્ષ 2015માં પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

જો મેરીકૉમને પદ્મ વિભૂષણ પુરસ્કાર મળે તો તે ઉપાધિ મેળવનાર ભારતની ચોથી ખેલાડી બની જશે. તેમની પહેલા વર્ષ 2007માં ચેસના મહાન ખેલાડી વિશ્વનાથ આનંદ વર્ષ 2008માં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને પર્વતારોહી સર એડમંડ હિલેરીને આ સમ્માન મળી ચૂક્યુ છે. એડમંડ હિલેરીને વર્ષ 2008માં મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ઓલિમ્પિક રજત પદક વિજેતા સિંધુનુ નામ 2017માં પણ મોકલવામાં આવ્યુ હતુ પરંતુ તેને અંતિમ સૂચિમાં જગ્યા મળી નહોતી.

આ વર્ષે જે અન્ય સાત મહિલા એથલિટોના નામની પદ્મશ્રી પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી છે તેમાં કુશ્તી ખેલાડી વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ પ્લેયર મનિક બત્રા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટી-20 કેપ્ટન, હરમનપ્રીત કૌર, હૉકી કેપ્ટન રાની રામપાલ, પૂર્વ નિશાનેબાજ સુમા શિરુર અને પર્વતારી જોડિયા બહેનો તાશી અને નુંગશી મલિક છે. રમતગમત મંત્રાલયે પદ્મ પુરસ્કારો માટે નક્કી કરેલા નામોને ગૃહ મંત્રાલયમાં પદ્મ પુરસ્કાર સમિતિ પાસે મોકલી દીધુ છે. તેમના નામોની ઘોષણા આગામી વર્ષે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યા પર કરવામાં આવશે.

વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક પોતાના નામે કરી ચૂકેલી મેરીકૉમ ટોકિયોમાં વર્ષ 2020માં યોજાનાર ઓલિમ્પિકમાં ક્વૉલાય કરવાની કોશિશ કરી રહી છે. તેમણે ગયા વર્ષે રેકોર્ડ છઠ્ઠી વાર 48 કિલોગ્રામ વર્ગમાં વિશ્વ ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચોઃ રાંચીમાં બોલ્યા પીએમ મોદીઃ ગરીબોની યોજનાઓનુ લૉંચિંગ પેડ છે ઝારખંડ, આપી ઘણી ભેટઆ પણ વાંચોઃ રાંચીમાં બોલ્યા પીએમ મોદીઃ ગરીબોની યોજનાઓનુ લૉંચિંગ પેડ છે ઝારખંડ, આપી ઘણી ભેટ

English summary
Mary Kom Recommended for Padma Vibhushan and PV Sindhu for Padma Bhushan by Sports Ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X