મેરી કોમે રચ્યો ઈતિહાસ, છઠ્ઠો ગોલ્ડ જીતીને બની વિશ્વની સૌથી સફળ મુક્કેબાજ
ભારતની લીજેન્ડ મુક્કેબાજ મેરી કોમે વુમન વર્લ્ડ ચેમ્પિયનમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં ઈતિહાસ રચી દીધો.
ભારતની લીજેન્ડ મુક્કેબાજ મેરી કોમે વુમન વર્લ્ડ ચેમ્પિયનમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં ઈતિહાસ રચી દીધો. તેમણે 48 કિગ્રા ભાર વર્ગમાં યુક્રેનની મુક્કેબાજ હન્ના ઓકહોટાને મ્હાત આપી. આ મુકાબલો જીતીને તેમણે પોતાના ઐતિહાસિક છઠ્ઠો ગોલ્ડ મેળવી લીધો. આમ કરનારી તે વિશ્વની પહેલી મુક્કાબાજ બની ગઈ છે.

મેરીએ આ મુકાબલો 5-0થી જીત્યો. મુકાબલાને જીત્યા બાદ મેરી કોમે પોતાની આ મહાન ઉપલબ્ધિને દેશના નામે સમર્પિત કરી છે. આ પહેલા મેરી કોમે 2010ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો હતો. 35 વર્ષીય મેરી કોમ 2002, 2005, 2006, 2008, 2010 ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચૂકી છે.
આ છઠ્ઠા મેડલ સાથે તે વિશ્વની સૌથી સફળ મહિલા મુક્કેબાજ બની ચૂકી છે. તમને જણાવી દઈએ કે હવે આયરલેન્ડની કેટી ટેલર તેની પાછળ થઈ ગઈ છે. તેના નામે પાંચ ગોલ્ડ હતા અને અત્યાર સુધી તે સંયુક્ત રીતે મેરી કોમ સાથે એક નંબર પર ચાલી રહી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો






Click it and Unblock the Notifications
