Mohammed Siraj DSP : DSP બન્યા બાદ મોહમ્મદ શિરાજને તેલંગાણા સરકાર કેટલો પગાર આપશે?
Mohammed Siraj DSP : ભારતીય ક્રિકેટ બોર્ડના સ્ટાર બોલર મોહમ્મદ શિરાજને તેલંગાણા સરકારે ડીએસપી બનાવ્યો છે. હવે શિરાજ તેલંગાણા પોલીસમાં સેવા આપશે.
ભારતને વર્લ્ડ કપ જીતાડનારી ટીમમાં સામેલ રહેલા મોહમ્મદ શિરાજને તેલંગાણા સરકારે ડીએસપી બનાવવા સાથે સાથે 600 યાર્ડનો પ્લોટ આપવાની જાહેરાત કરી હતી. હવે શિરાજે ચાર્જ સંભાળ્યો છે.

અહેવાલો અનુસાર, ડીએસપી બન્યા બાદ મોહમ્મદ સિરાજનો પગાર ગ્રેડ 58,850 થી રૂ. 1,37,50 સુધી છે. પગાર સાથે તેને મેડિકલ, ટ્રાવેલ અને ઘર ભાડા માટે અલગથી ભથ્થા પણ મળશે.
જણાવી દઈએ કે, ડીએસપી પદ માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે, પરંતુ સિરાજે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. આ સંદર્ભમાં તેલંગાણા સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે મોહમ્મદ સિરાજને છૂટ આપવામાં આવી છે.
બીજી તરફ 2024 માટે બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ અનુસાર, મોહમ્મદ સિરાજને ગ્રેડ Aમાં સામેલ કરવામાં આવ્યો છે. A ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયાનો પગાર મળે છે.
IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે તેને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સિવાય તે જાહેરાતથી કરોડો રૂપિયા કમાય છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, શિરાજ પહેલા જોગીન્દર શર્મા પણ ડીએસપી પદ પર સેવા આપે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ પંજાબમાં ડીએસપી રહી ચૂકી છે.
આ સિવાય 2022 કોમનવેલ્થ ગેમ્સ અને 2023 એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન બાદ દીપ્તિ શર્માને યુપી પોલીસમાં ડીએસપીનું પદ મળ્યું છે.












Click it and Unblock the Notifications
