રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવાતા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, રાતોરાત 5 લાખ ફોલોઅર્સ ઘટ્યા

5 વખત ચેમ્પિયન બનાવ્યા બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ટીમના કેપ્ટન પદેથી હટાવી દીધો છે. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ફેન્સ ખફા જોવા મળી રહ્યા છે.

રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલની સૌથી સફળ ટીમ બનાવી છે. તેની કેપ્ટનશીપમાં મુંબઈએ પાંચ વખત ટાઈટલ જીત્યું છે.

rohit

હવે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમમાં લાવીને કેપ્ટન બનાવ્યો છે અને રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી લઈ લેવાઈ છે. આ નિર્ણયનું પરિણામ ટીમને ભોગવવુ પડ્યુ છે.

મુંબઈ ઈન્ડિયન્સના ફોલોઅપ્સમાં રોહિત શર્માના ચાહકોની સંખ્યા વધુ છે. તેણે મેનેજમેન્ટના આ નિર્ણય સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને ટીમને સપોર્ટ ન કરવાની વાત કરી છે.

આનું ઉદાહરણ પણ રાતોરાત જોવા મળ્યું. રોહિત શર્માના ફેન્સે તરત જ મુંબઈ ઈન્ડિયન્સના ઈન્સ્ટાગ્રામ પેજને અનફોલો કરવાનું શરૂ કરી દીધુ. ફેન્સે મોટી સંખ્યામાં મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરવાનો ઈન્કાર કરતા 5 લાખથી વધુ લોકોએ અનફોલો પેજને કરી દીધું છે. આ સંખ્યા ઘણી વધારે છે.

રોહિતને કેપ્ટન પદેથી હટાવવાથી ઘણા લોકો નિરાશ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ રોહિત શર્માને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેની કેપ્ટનશીપ અને ચેન્નાઈ સામેની મેચના ફોટા લઈને એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના નિર્ણયનો ચાહકોએ જોરદાર વિરોધ કર્યો છે.

જણાવી દઈએ કે,ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો અને પછી ડિલમાં મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો. આનાથી ફેન્સ ખૂબ જ નારાજ છે.

ફેન્સ ક્યારેય ઈચ્છતા નથી કે રોહિત હોવા છતાં કોઈ અન્ય ખેલાડી ટીમની કેપ્ટનશીપ મેળવે. આ ગુસ્સો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. લોકોએ રોહિતને મુંબઈ છોડીને કોઈ અન્ય ટીમમાં સામેલ થવાની સલાહ આપી રહ્યા છે. ફેન્સ તેને કોહલી સાથે આરસીબી માટે રમવાની સલાહ આપી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X