For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસ્ટર બ્લાસ્ટર સચિનની હૃદય દ્રાવક સ્પિચ ચોક્કસ વાંચો...

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 નવેમ્બર: ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની છેલ્લી અને 200મી ટેસ્ટ પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમી. આ ટેસ્ટમાં ભારતે શાનદાર વિજય પણ મેળવ્યો. સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ મેચ જીતવાથી જેટલા ખુશ હતા તેના કરતા વધારે સચિનની વિદાયીથી દુ:ખી હતા.

મેચ જીત્યા બાદ તુરંત સચિને મેદાનની પીચ પર હાથ લગાવીને છેલ્લું નમન કર્યું. ત્યારબાદ 24 વર્ષ ક્રિકેટ સાથે જોડાઇ રહેલા સચિનને હવે ક્રિકેટને અલવિદા કહેવાની ઘડી હતી, આ પળમાં સચિન ભાવુક બની ગયા અને મેદાનમાંથી નીકળતા નીકળતા તેમના આંખમાંથી આંસુ સરી પડ્યા.

સચિન તેંડુલકર અને સાથી ખેલાડીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇને આખા મેદાનમાં ફર્યા અને પોતાના ચાહકોને અલવિદા કહી. સચિને પોતાની ફેરવેલ સ્પિચમાં હૃદય દ્રાવક શબ્દો ઉચ્ચાર્યા. જેને સાંભળીને સ્ટેડિયમ એકદમ ગમગીન બની ગયું હતું.

સચિનની ફેરવેલ સ્પિચ વાંચો સ્લાઇડરમાં...

સ્પિચની શરૂઆતમાં...

સ્પિચની શરૂઆતમાં...

''મારા બધા જ મિત્રોને વિનંતિ છે કે નીચે બેસી જાય મને બોલવા દો, નહીતર હું વધારે ભાવુક બની જઇશ.

મારી જીંદગીના 22થી 24 વર્ષો જે મેં ક્રિકેટમાં વિતાવ્યા હવે તેનો અંત આવી રહ્યો છે તે માનવામાં નથી આવી રહ્યું. હું એ તમામ લોકોનો અહીં આભાર માનવા માંગુ છું જેમના લીધે આજે હું અહીં તમારી સામે ઉભો છું. મારી પાસે તેમનું લીસ્ટ છે, આમાં કોઇનું નામ રહી જાય તો મને માફ કરશો.

સચિને પિતાને યાદ કર્યા

સચિને પિતાને યાદ કર્યા

પહેલા, મારા પિતા(રમેશ તેંડુલકર), જેમનું 1999માં નિધન થયું. તેઓ મારી કારકિર્દીની ચાવીરૂપ હતા. તેમણે મને મારા સપના સાકાર કરવાની આઝાદી આપી, અને ક્યારે શોર્ટકટ નહી અપનાવવાની સલાહ આપી. તેમણે મને હંમેશા એક સારી વ્યક્તિ બનવાની સલાહ આપી.

સચિને માતાને યાદ કર્યા

સચિને માતાને યાદ કર્યા

મારી માતા, મને નથી ખબર કે તેણે મારા જેવા મસ્તીખોર દિકરાને કેવી રીતે સંભાળ્યો. તેણે મારા સ્વાસ્થ્યની હંમેશા તકેદારી રાખી અને મને ફીટ રાખ્યો. હજી તો મે મારી કારકિર્દીની શરૂઆત પણ ન્હોતી કરી અને તેણે મારા માટે પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી હતી. અને તે પ્રાર્થનાઓએ જ મને હંમેશા બળ પૂરું પાડ્યું.

મારા કાકા અને કાકી

મારા કાકા અને કાકી

શાળાના દિવસોમાં મારી શાળા ખૂબ જ દૂર હોવાના કારણે મારે મારા કાકા અને કાકીના ઘરે રહેવું પડ્યું હતું. તેમણે હંમેશા મને તેમના પુત્રની જેમ જ રાખ્યો. તેમણે મને પૂરતો આહાર આપ્યો જેથી હું સારી રીતે રમી શકું.

ભાઇ અને બહેન

ભાઇ અને બહેન

મારા મોટા ભાઇ નીતિન, તેઓ હંમેશા મને કહેતા કે મને ખ્યાલ છે કે તું બધું જ કરી શકે છે અને મને તારામાં વિશ્વાસ છે.

મારી બહેન, જેણે મને મારુ સૌથી પહેલું બેટ આપ્યું હતું. તે એક કાશ્મીર વિલો બેટ હતું. હું જ્યારે પણ રમવાનો હોવ ત્યારે તે હંમેશા ઉપવાસ કરતી.

અજીત, મને નથી સમજાતું કે એમના વિશે હું શું કહું? આ બધુ 11 વર્ષની ઉંમરમાં બન્યું, તેમણે મને મારા કોચ રમાકાંત આચ્રેકરને સમર્પિત કર્યો અને મારી જીંદગી બદલાઇ ગઇ.

ગઇકાલે રાત્રે પણ તેમણે મને ફોન કર્યો અને અમે મારી નિવૃત્તિ અંગે ચર્ચા કરી. વિવિધ વસ્તુઓ પર અમે સંમત થયા હતા, જેમકે મારી ટેકનિક પર. મેં તેમની સાથે ઘણું બધુ ચેટ કર્યું છે. જો મેં એ બધું ના કર્યું હોત તો હું અત્રે એક નિષ્ફળ ક્રિકેટર હોત.

પત્ની અંજલી

પત્ની અંજલી

સૌથી મહત્વની સાલ 1991, હું મારી પત્ની અંજલીને મળ્યો. મને ખબર હતી કે તે ડોક્ટર છે. જ્યારે અમે ફેમિલિ પ્લાનિંગ કર્યું ત્યારે તેણે મને કહ્યું કે તમે તમારા ક્રિકેટ પર ફોકસ કરો હું ઘરની સંભાળ રાખી લઇશ. તેના વગર કચાદ હું આટલું બધું રમી ના શક્યો હોત. તે જે કઇપણ કર્યું છે તેના માટે ખૂબ ખૂબ આભાર, મારા ખ્યાલથી આ મારા જીવનની સૌથી બેસ્ટ પાર્ટનરશીપ છે.

પુત્રો 'ડાયમન્ડ'

પુત્રો 'ડાયમન્ડ'

અને ત્યારબાદ સારા અને અર્જુનના રૂપમાં બે હિરા મારા જીવનમાં આવ્યા. મારી દિકરી 16 અને દિકરો 14 વર્ષનો છે.

હું ક્યારેય તેમના જન્મદિવસ કે વાર્ષિક દિવસોમાં તેમની સાથે રહી શક્યો નથી. મારી સ્થિતિને સમજવા માટે હું તેમનો આભાર માનું છું, તમે બંને મારા માટે ખાસ છો. મેં તમારી સાથે ખાસ સમય નથી વિતાવ્યો પરંતુ હું તમને વચન આપું છું કે તમને ચોક્કસ સમય આપીશ.

સાસરીપક્ષનો માન્યો આભાર

સાસરીપક્ષનો માન્યો આભાર

મારા સાસરીપક્ષે પણ મારો ભરપૂર સપોર્ટ કર્યો છે. મેં ઘણા પાસાઓ પર તેમની સાથે ચર્ચા કરી છે. અને અમે એક મજબૂત પરિવાર છીએ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને અંજલી સાથે પરણવાની પરવાનગી આપી.

મિત્રો, ભાઇઓ, અને કોચ

મિત્રો, ભાઇઓ, અને કોચ

એવા ઘણાબધા મારા મિત્રો છે તેમણે મને હંમેશા સાથ આપ્યો છે. હું જ્યારે તેમને યાદ કરતો તેઓ તેમનું બધુ કામ છોડીને હાજર થઇ જતા હતા. જ્યારે હું ઇજાગ્રસ્ત થયો ત્યારે મેં એવું વિચાર્યુ હતું કે હવે મારું કરિયર સમાપ્ત થઇ જશે. પરંતુ મારા મિત્રએ મને સવારે ત્રણ વાગે ફોન કર્યો અને મને આશ્વાસન આપ્યું કે કરિયર સમાપ્ત નથી થયું. અને મારી કારકિર્દી 11 વાગે શરૂ થઇ. મારા ભાઇ અજીતે મને મારા કોચ આચ્રેકરને સુપરત કર્યો એ મારા જીવનની સૌથી સુખદ ઘટના હતી. મારા સર મને તેમના સ્કુટર પર આખા મુંબઇમાં ફરાવતા હતા જેથી હું પૂરતી મેચ પ્રેક્ટિસ કરી શકું. મહત્વની વાત એ છે કે તેમણે ક્યારેય મને સારૂ રમવાની વાત ન્હોતી કહી જેથી હું ક્યારેય ખચકાયો નહીં.

ક્રિકેટ લાઇફની શરૂઆત

ક્રિકેટ લાઇફની શરૂઆત

મારી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત અહીં વાનખેડે સ્ટેડિયમમાંથી જ થઇ હતી. સ્વાભાવિકપણે મારું સપનું ભારતીય ટીમ તરફથી રમવાનું હતું. બીસીસીઆઇનો આભાર કે તેમણે મારામાં વિશ્વાસ રાખી મને 16 વર્ષની ઉંમરમાં ટીમ માટે પસંદ કર્યો. તેમના સાથ સહકાર વગર આ શક્ય ન્હોતું. મેં ઘણા બદા સિનિયર ખેલાડીઓ સાથે ક્રિકેટ રમી છે, તે તમામના સાથ સહકાર બદલ આભાર. રાહુલ દ્રવિડ, લક્ષ્મન, સૌરવ, અનિલ અહીં ઉપસ્થિત નથી, અને મારા સાથી ખેલાડીઓ તમે બધા મારું પરિવાર છો. ડ્રેસિંગ રૂમ અને તેમાં તમારી સાથેની અંગત પળો વગર મુશ્કેલી અનુભવાશે.

ધોની તરફી 200મી ટેસ્ટ કેપ મેળવતા

ધોની તરફી 200મી ટેસ્ટ કેપ મેળવતા

જ્યારે ધોનીએ મને 14 નવેમ્બરના રોજ 200મી ટેસ્ટ કેપ પહેરાવી, ત્યારે મે કહ્યું કે આપણને ગર્વ છે કે આપણે એક ટીમ તરીકે અહીંયા છીએ અને હું માનું છું કે તમે તમારા સામર્થ્ય પ્રમાણે અને જુસ્સા સાથે આપણા દેશની સંભાળ લેશો. મને તમારામાં વિશ્વાસ છે અને તમારા ઉજ્વળ ભવિષ્ય માટે તમને શુભેચ્છાઓ.

ફિઝિયોસ અને ડોક્ટર્સ

ફિઝિયોસ અને ડોક્ટર્સ

તમામ ડોક્ટર્સ અને ફિઝિયોસનો આભાર, આપની મદદ અને સંઘર્ષ વગર હું ફિટ ના રહી શક્યો હોત. હું નથી જાણતો કે તમે મને કેવી રીતે એક યોગ્ય શેપમાં રાખી શક્યા.

પહેલા મેનેજર, સ્વ. માર્ક માસ્કરેંહાસ,

પહેલા મેનેજર, સ્વ. માર્ક માસ્કરેંહાસ,

મારા પ્રિય મિત્ર, સ્વ. માર્ક માસ્કરેંહાસ જેઓ મારા પ્રથમ મેનેજર હતા જેમની મદદ વગર હું આ તમામ સ્પોન્સરશીપ અને ડિલ ના મેળવી શક્યો હોત. તમારી મદદ માટે આભાર. આઇ મીસ યુ...

મેનેજર વિનોદ

મેનેજર વિનોદ

મારા મેનેજર વિનોદ નાયડુ, તેઓ પણ મારા પરિવારની જેમ જ છે. તેમણે તેમના પરિવારને છોડીને મારી સાથે કામ કરવા માટે વધારે સમય ફાળવ્યો છે.

મીડિયાનો પણ આભાર

મીડિયાનો પણ આભાર

મારા શાળાના દિવસોમાં જ્યારે હું સારું રમતો હતો, ત્યારે પણ મીડિયાએ મને ખૂબજ સપોર્ટ આપ્યો હતો. અને તમે આજે પણ એ જ કરી રહ્યા છો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.. બધા જ ફોટોગ્રાફર્સનો પણ. હું એ તમામનો આભાર માનું છું જેઓ મને સપોર્ટ કરતા ભલે હું 0 રન બનાવું કે પછી 100 રન બનાવું. તમામનો આભાર..

સચિન.. સચિનના..ના નારા

સચિન.. સચિનના..ના નારા

'ખાસ કરીને 'સચિન...સચિન'ના નારા હું જીવસ ત્યાં સુધી મારા કાનોમાં ગૂંજતા રહેશે. આપનો આભાર. મને માફ કરજો હું કોઇને ભૂલી જતો હોવ તો. ગૂડ બાય...'

English summary
Emotional Sachin Tendulkar made a memorable farewell speech at the Wankhede Stadium soon after bowing out of international cricket with a victory against the West Indies on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X