વર્ષની વિસ્ફોટક શરૂઆતઃ એંડરસને તોડ્યો આફ્રિદીનો રેકોર્ડ
નવી દિલ્હી, 1 જાન્યુઆરી- વર્ષ 2014ની ખેલ જગતમાં ખાસ કરીને ક્રિકેટ વિશ્વમાં વિસ્ફોટક શરૂઆત થઇ છે. ન્યુઝીલેન્ડના 23 વર્ષીય કોરી એન્ડરસને શાહિદ આફ્રિદીના સૌથી ઝડપી વનડે સદીના રેકોર્ડને તોડી નાંખ્યો છે. છેલ્લા 18 વર્ષથી ક્રિકેટ જગતનો એક પણ ધુંઆધાર બેટ્સમેન આફ્રિદીના આ રેકોર્ડને તોડી શક્યો નથી. એન્ડરસને ક્વીંસટાઉનમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ માત્ર 36 બોલમાં સદી ફટકારીને ક્રિકેટ વિશ્વ માટે આ નવા વર્ષનો પહેલો દિવસ યાદગાર બનાવી દીધો છે.

પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ 1996માં શ્રીલંકા વિરુદ્ધ નેરોબીમાં 37 બોલમાં સદી ફટકારી હતી. ત્યારબાદ લગભગ 18 વર્ષ સુધી એકપણ બેટ્સમેન આ રેકોર્ડની નજીક પહોંચી શક્યો નહોતો.












Click it and Unblock the Notifications
