11 વર્ષમાં એકપણ વખત ફેંક્યો નથી વાઇડ બોલ
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: વેસ્ટઇંડીઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગનું નામ તો તમે સાંભળ્યું હશે, માઇકલની બોલીંગથી સારા-સારા બેસ્ટમેન પણ ધ્રૂજે છે. માઇકલ હોલ્ડિંગે વેસ્ટઇંડીઝ માટે પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1975માં રમી, જ્યારે પ્રથમ વનડે મેચ તેમણે એક વર્ષ બાદ 1976માં રમી.
માઇકલ હોલ્ડિંગે 60 ટેસ્ટ મેચોમાં 23.68ના સરેરાશથી 249 વિકેટ ઝડપી હતી. સાથે જ વનડેમાં તેમણે 102 મેચોમાં 21.36ની સરેરાશથી 142 વિકેટ ઝડપી હતી.
હવે અમે જે રેકોર્ડ વિશે તમને કહેવાના છીએ એવો રેકોર્ડ બનાવવામાં કોઇપણ પણ દિગ્ગજને પોતાનું આખું કેરિયર કુર્બાન કરવું પડશે. જી હાં માઇકલે 1976માં રમેલા પોતાની પ્રથમ વનડેથી માંડીને 1987 સુધી વેસ્ટઇડીંઝ માટે વનડે મેચોમાં યોગદાન આપ્યું.

આ 11 વર્ષ લાંબા કેરિયરમાં હોલ્ડિંગે 5,473 બોલ પણ ફેંક્યા પરંતુ પોતાના આખા કેરિયરમાં તે પોતાના એક્યુરેટ રહ્યાં કે તેમણે ક્યારેય પણ વાઇડ બોલ ફેંક્યો નહી. એટલે કે આખા 11 વર્ષ સુધી કોઇ વાઇડ બોલ ફેંક્યો નહી.
માઇકલે લગભગ 900 ઓવર વનડે ક્રિકેટમાં ફેંકી પરંતુ ક્યારેય પણ એક બોલ પણ તેમણે દિશાથી ભટકવા દિધો નહી. આ એવો રેકોર્ડ છે જેને તોડવામાં અથવા બનાવવામાં કોઇપણ બોલરને પોતાની આખી કારકિર્દીમાં ધ્યાન લગાવીને બોલીંગ કરવી પડશે.












Click it and Unblock the Notifications
