For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવરાજના માતા બોલ્યા, ‘ક્રિકેટ રમવું એ ગુનો થઇ ગયો છે’

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 7 એપ્રિલઃ ટી20 વિશ્વકપ ફાઇનલમાં ભારતની હાર માટે યુવરાજ સિંહને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ યુવરાજની જોરદાર આલોચના કરવામાં આવી રહી છે, પરંતુ યુવરાજની માતા શબનમ સિંહ એ વાતને લઇને ઘણા જ દુઃખી છે કે પરાજય માટે યુવરાજને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, યુવરાજે મેચમાં પોતાનું શ્રેષ્ઠ આપ્યું. પરાજય બાદ ભારતીય ક્રિકેટ પ્રશંસકોના વલણને લઇને તેમણે કહ્યું કે, હવે તો એવું લાગે છે કે ક્રિકેટ રમવું એ ગુનો થઇ ગયો છે.

yuvraj-singh--mother
એ પ્રકારના સમાચાર પણ આવી રહ્યાં છે કે મેચ બાદ નારાજ ક્રિકેટ ફેન્સે યુવરાજ સિંહના ચંદીગઢ સ્થિત ઘર પર પથ્થરમારો કર્યો, પરંતુ આ સમાચારની પૃષ્ટિ મળી નથી. જો કે ઘરની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાની વાતની પૃષ્ટિ યુવરાજ સિંહની માતાએ કરી છે. નોંધનીય છે કે, રવિવારે મીરપુરમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 વિશ્વકપ ફાઇનલમાં યુવરાજે 21 બોલમાં 11 રન કરીને ઘણી જ ધીમી ઇનિંગ રમી હતી, જેના કારણે ભારત પહેલા બેટિંગ કરતા માત્ર 130 રન જ બનાવી શક્યું હતું.

શ્રીલંકાએ સહેલાયથી આ લક્ષ્ય હાંસલ કરી લીધો અને વિશ્વકપ ખિતાબ પોતાના નામે કર્યો. શ્રીલંકા 2 બાકી હતી તે પહેલાં જ છ વિકેટથી જીતી ગયું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર યુવરાજ વિરુદ્ધ ફેન્સનો ગુસ્સો ફૂટી ગયો. કેન્સરમાંથી બહાર આવ્યા બાદ યુવરાજે 2012માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે લય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ પહેલા પણ ક્રિકેટ ફેન્સ મેચનો ગુસ્સો ખેલાડીઓના ઘરની બહાર પ્રદર્શન કરીને કાઢતા રહ્યાં છે. ધોનીએ આ પ્રકારના ગુસ્સાનો ભોગ ભૂતકાળમાં બનવું પડ્યું છે.

English summary
now playing cricket has become crime yuvrajs mother
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X