Olympics 2024 : પેરિસથી ભારત માટે વધુ એક ખુશ ખબર, અમન સેહરાવતે બ્રોન્ઝ પર કબ્જો કર્યો

Olympics 2024 : વિનેશ ફોગાટની નિરાશા વચ્ચે પેરિસ ઓલિમ્પિકમાંથી રેસલિંગ માટે સારા સમાચાર આવ્યા છે. રેસલિંગમાં ભારતે વધુ એક મેડલ પર કબ્જદો કર્યો છે.

રેસલર અમન સેહરાવતે 57 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમને પ્યુર્ટો રિકોના રેસલર ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.

Aman Sehrawat

અમન એશિયન ગેમ્સમાં ચેમ્પિયન રહી ચૂક્યો છે અને તેણે અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ પણ જીત્યો છે. અમનના આ મેડલ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.

ભારતના મેડલ વિશે વાત કરીએ તો હાલ ભારતના ખાતામાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં રેસલિંગમાં ભારતનો આ પહેલો મેડલ છે.

આ પહેલા વિનેશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી પરંતુ વધુ વજન હોવાના કારણે તે ગોલ્ડ મેડલ મેચ પહેલા જ અયોગ્ય જાહેર થઈ ગઈ. આ સ્થિતિમાં અમનનો આ મેડલ કુસ્તીમાં ભારત માટે ઘણા મોટા સમાચાર છે.

જણાલી દઈએ કે, અમનને સેમિફાઈનલમાં જાપાનના રેઈ હિગુચી સામે 0-10ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં શરૂઆતથી જ દબાણ બનાવ્યું અને ડેરિયન ટોઇ ક્રુઝને વધુ તક ન આપી. અંતે અમને 13-5ના સ્કોરથી મેચ જીતી લીધી.

જણાવી દઈએ કે, 2008થી અત્યાર સુધી ભારતે સતત 5 ઓલિમ્પિકમાં કુશ્તીમાં મેડલ જીત્યા છે. હોકી બાદ ભારતના સૌથી વધુ 8 ઓલિમ્પિક મેડલ કુસ્તીમાંથી આવ્યા છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત 1952માં KD જાધવે ભારત માટે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પછી ભારતને 56 વર્ષ સુધી કુસ્તીમાં મેડલ ન મળ્યો અને પછી સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને આ દુષ્કાળનો અંત કર્યો. ત્યારથી ભારતીય કુસ્તીબાજો ઓલિમ્પિકમાં સતત મેડલ જીતી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X