For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની જીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની મુશ્કેલી વધારી, જાણો શું છે હાલની સ્થિતી!

પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં એક ફેરફાર થયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં એક ફેરફાર થયો છે. આ જીત સાથે પાકિસ્તાને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે, જ્યાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા હતી. આ સાથે જ ભારત હવે ચોથા સ્થાને પહોંચી ગયું છે. ટેબલમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. ભારત પછી વેસ્ટ ઈન્ડિઝ પાંચમા સ્થાને છે.

ફાઈનલનો ભારતનો રસ્તો મુશ્કેલ

ફાઈનલનો ભારતનો રસ્તો મુશ્કેલ

તમને જણાવી દઈએ કે પોઈન્ટ ટેબલમાં આ બદલાવ બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવું થોડું મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે ટીમ ઈન્ડિયા પાસે ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા 6 ટેસ્ટ મેચ બાકી છે, જેમાંથી 4 તેણે ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે અને બાકીની 2 ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે. કોઈ પણ સંજોગોમાં ભારતે ફાઇનલમાં પહોંચવા માટે તમામ 6 મેચ જીતવી પડશે. તો જ ભારતની આશાઓ અકબંધ રહી શકશે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમો જ ફાઈનલ માટે ક્વોલિફાય થશે.

હાલ પોઈન્ટ ટેબલમાં ભારત ક્યાં?

હાલ પોઈન્ટ ટેબલમાં ભારત ક્યાં?

જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો ભારત હાલમાં ત્રીજા સ્થાને છે, જ્યાં તેના 52.08 ટકા પોઈન્ટ છે. પાકિસ્તાન હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, તેના 58.33 ટકા પોઇન્ટ છે. તમને જણાવી દઈએ કે ભારતે 6 ટેસ્ટ મેચ જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે પાકિસ્તાને 4 મેચ જીતી છે અને 2 મેચ ગુમાવી છે. ભારતના પોઈન્ટ ટેબલમાં પેનલ્ટી પોઈન્ટ - 5 છે અને તેથી જ ભારત ચોથા સ્થાને છે. ભારતે પ્રથમ અથવા બીજા સ્થાને આવવા માટે તેમની આગામી તમામ 6 ટેસ્ટ મેચો જીતવી પડશે.

જો શ્રીલંકા આગામી મેચ જીતશે તો સમીકરણો બદલાશે

જો શ્રીલંકા આગામી મેચ જીતશે તો સમીકરણો બદલાશે

તમને જણાવી દઈએ કે પાકિસ્તાને શ્રીલંકા સામે હજુ વધુ એક ટેસ્ટ મેચ રમવાની છે અને જો તે મેચ પણ પાકિસ્તાન જીતી જશે તો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનું અંતર વધુ ઘટી જશે. તે ફાઇનલ માટે પોતાનો દાવો મજબુત કરશે, પરંતુ જો શ્રીલંકા આગામી મેચ જીતીને શ્રેણી બરોબરી કરે છે તો શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને આવશે, જે હાલમાં છઠ્ઠા સ્થાને છે. પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ સાતમા, ન્યુઝીલેન્ડ આઠમા અને બાંગ્લાદેશ નવમા ક્રમે છે.

English summary
Pakistan's victory increased India's woes in the World Test Championship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X