Paris Olympics 2024 : પેરિસમાં ભારતીય ગોલ્ફર દિક્ષા ડાંગરનો કાર અકસ્માત, જાણો કેવી છે હાલત?

Paris Olympics 2024 : પેરિસથી ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં ભારતીય મહિલા ગોલ્ફરનો કાર અકસ્માત થયો હોવાના અહેવાલ છે.

ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગર તેના પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિક ગઈ હતી પરંતુ ત્યાં તેનો અકસ્માત થયો. તેની માતા ઘાયલ થઈ છે અને સ્થાનિક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

diksha dangar

દીક્ષા, તેના પિતા, માતા અને તેનો ભાઈ મંગળવારે રાત્રે ઈન્ડિયા હાઉસ ખાતે એક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા. કહેવામાં આવ્યું હતું કે તેમની કાર એક સર્કલને પાર કરી રહી હતી ત્યારે અન્ય વાહન તેમની કાર સાથે અથડાયું અને અકસ્માત થયો.

ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગર તેની માતા કાર અકસ્માતમાં ઘાયલ હોવા છતાં પેરિસ 2024 ઓલિમ્પિકમાં આયોજન પ્રમાણે ભાગ લેશે. દીક્ષા ડાગર અને અદિતિ અશોક પેરિસ 2024માં મહિલા ગોલ્ફ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. આ સ્પર્ધા 7 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુયાનકોર્ટના લે ગોલ્ફ નેશનલ ખાતે યોજાશે.

દીક્ષાને કોઈ ઈજા થઈ નથી અને તે સ્પર્ધા માટે તૈયાર છે. તેની માતાને કરોડરજ્જુમાં ઈજા હોવાની શંકા છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં જ રહેવું પડશે.

રસપ્રદ વાત એ છે કે, દીક્ષાને ટોક્યો 2020 માં છેલ્લી ઘડીએ પ્રવેશ મળ્યો કારણ કે દક્ષિણ આફ્રિકાની ગોલ્ફર પૌલા રેટોએ નામ પાછુ ખેંચી લીધુ. દીક્ષાએ ટોક્યો ઓલિમ્પિકમાં T-50 સ્થાન મેળવ્યું હતું અને હવે તેનું ધ્યાન પેરિસમાં સારું પ્રદર્શન કરવા પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X