Paris Olympics 2024: વિનેશ ફોગાટ મુદ્દે 11 ઓગસ્ટે નિર્ણય આવશે

Paris Olympics 2024, Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલા માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે બહાર થઈ ગયેલી વિનેશ ફોગાટે CSA માં સૂનાવણી માટે અરજી કરી છે.

હવે વિનેશ ફોગાટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં કરેલી અરજી પર 11 ઓગસ્ટે નિર્ણ આવશે.

વિનેશ ફોગાટના કેસમાં નિર્ણયની તારીખ લંબાવવામાં આવી છે. હવે આ મામલે નિર્ણય 11 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે આવશે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યાં છે.

પુરો દેશ વિનેશ ફોગાટના સમર્થનમાં છે. મહિલા કુશ્તીની ફાઇનલ મેચ પહેલા તેને માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ નિર્ણયથી માત્ર વિનેશ જ નહીં પરંતુ સમગ્ર દેશને આંચકો લાગ્યો છે.

Paris Olympics 2024 Vinesh Phogat

વિનેશ પાસે 2024 ઓલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મેળવવાની સુવર્ણ તક હતી, પરંતુ તે ચૂકી ગઈ. ગેરલાયક ઠેરવ્યા બાદ તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

પેરિસ ઓલિમ્પિક્સની ગોલ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગટના સમર્થનમાં સામે આવી છે. જાપાનના રેઈ હિગુચીએ ફોગાટને તેમના નિવૃત્તિના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.

2024 પેરિસ ઓલિમ્પિકમાં 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર હિગુચીએ સોશિયલ મીડિયા પર ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X