World Athletics Championships: નીરજ ચોપડાએ જીત્યો ગોલ્ડ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
World Athletics Championships: નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય એથલિટ બની ગયો છે. નીરજ ચોપડાની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, પ્રતિભાશાળી નીરજ ચોપડાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એક મહાન રમતવીર ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમતગમતની જગ્યામાં શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.

નીરજ ચોપડાએ 88.17 મીટરના અંતરે જેવલિન ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારો દેશના ઈતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા લોંગ જમ્પર અંજુ બૉબી જ્યોર્જરે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
આ પહેલા નીરજ ચોપડાએ ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપડાની શરૂઆત સારી રહી ન હતી અને પ્રથમ થ્રો ફાઉલ થયો હતો. પરંતુ આ પછી બીજા પ્રયાસમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો.
બીજી તરફ પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વેડલેચે 86.67 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
