'સૌરાષ્ટ્રના સાવજ'નો હનુમાન કુદકો

ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં ઇનિંગ અને 135 રનથી પરાજય આપ્યો. આ મેચમાં પુજારાએ 204 રનની જોરદાર ઇનિંગ રમી. જેના કારણે આઇસીસીની બેટિંગ રેન્કિંગમાં તે 12 સ્થાનનો હનુમાન કુદકો લગાવીને 11માં સ્થાને પહોંચી ગયો છે. પુજારાએ પોતાની સર્વશ્રેષ્ઠ રેટિંગ(740 અંક) પણ હાંસલ કરી.
પુજારાની જેમ અશ્વિન પણ સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. અશ્વિને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી, જેના કારણે તે ત્રણ આંકના વધારા સાથે આઠમાં સ્થાને પહોંચ્યો છે. શરૂઆતની બે ટેસ્ટ મેચોમાં ટીમમાંથી બહાર રહેનાર સ્પિનર પ્રજ્ઞાન ઓઝા પહેલા આઠમાં સ્થાન પર હતો, પરંતુ હવે તે એક અંક નીચે આવીને નવમા સ્થાને પહોંચ્યો છે.












Click it and Unblock the Notifications
