For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝહીરનો ફીટનેસ ટેસ્ટ થવો જોઇએઃ સુનીલ ગાવસ્કર

|
Google Oneindia Gujarati News

zaheer-khan-new
મુંબઇ, 6 નવેમ્બરઃ ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સંદીપ પાટિલની અધ્યક્ષતામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટેની ટીમ પસંદગી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. ગાવસ્કરે કહ્યું છે કે ટીમ પસંદગીમાં વિકલ્પોને ધ્યાનમાં રાખવામાં આવ્યા નથી.

તેમણે કહ્યું કે યુવરાજ સિંહના બેકઅપ માટે ટીમમાં મનોજ તિવારીનો સમાવેશ કરી શકાતો હતો. જ્યારે ઝહીર ખાન સંપૂર્ણપણે ફીટ જણાતો નથી. તેથી ટેસ્ટ શ્રેણી પહેલા તેનો આકરો ફીટનેસ ટેસ્ટ થવો જોઇએ.

ગાવસ્કરે જણાવ્યા પ્રમાણે ઝહીર ખાને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પણ વિકેટ લીધી નથી અને ફીટ પણ જણાતો નથી. તેવામાં તેની પસંદગી કરવી ટીમ માટે યોગ્ય નથી. જોકે તેમણે એમ પણ કહ્યું કે પસંદગીકારોએ આ નિર્ણય શ્રેણી પહેલાના બાકી સમયને ધ્યાનમાં રાખીને કર્યો હશે.

ટીમ પસંદગી અંગે તેમણે કહ્યું કે તેમને પહેલેથી જ ખબર હતી કે આ પ્રમાણે પસંદગી થશે. હરભજન સિંહ અંગે ગાવસ્કરે જણાવ્યું કે તેમને અનુભવના આધારે તક આપવામાં આવી છે. તે 98 ટેસ્ટમાં 406 વિકેટ લઇ ચૂક્યા છે. આ નિર્ણય એ પ્રકારનો છે કે જે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં રન બનાવી રહ્યો નથી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવી ચૂક્યો છે તો તેનો મતલબ એ થવો ના જોઇએ કે તેને આગળ તક આપવામાં આવી જોઇએ.

ગાવસ્કરના મતે જેવા તે સારું પ્રદર્શન કરશે તેમની સ્થિતિ બદલાઇ જશે. 12 સભ્યોની ટીમની પસંદગી કરવાને હું યોગ્ય સમજું છું. તેમણે એમ પણ કહ્યું કે જે ખેલાડીઓ 11 સભ્યોની ટીમમાં ના હોય તેમને પ્રથમ શ્રેણીનું ક્રિકેટ રમવાની પરવાનગી આપવામાં આવી જોઇએ. ડ્રેસિંગ રૂમમાં બેસીને સમય પસાર કરવો તેના કરતા તેમને રમવાની તક આપવી જોઇએ.

English summary
Sunil Gavaskar said that Team India's pacer Zaheer Khan should undergo stringent tests in order to assess his fitness ahead of the four-match Test series against England.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X