For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RCB vs KKR: KKR સામે RCB ઘુંટણીએ પડ્યુ, 9 વિકેટે હાર!

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 31 મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 9 વિકેટે હરાવ્યું છે. KKR એ RCB તરફથી 93 રનનો લક્ષ્યાંક માત્ર 10 ઓવરમાં એક વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 31 મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 9 વિકેટે હરાવ્યું છે. KKR એ RCB તરફથી 93 રનનો લક્ષ્યાંક માત્ર 10 ઓવરમાં એક વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલે 48 રન બનાવ્યા હતા, જ્યારે વેંકટેશ અય્યર IPL માં પદાર્પણ કરતા 41 રન બનાવી અણનમ પરત ફર્યો હતો. અગાઉ બેંગલુરુના બેટ્સમેનો વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલ સામે ઘુટણીએ પડી ગયા હતા અને એક બાદ એક પેવેલિયન પરત ફર્યા હતા. જેના કારણે RCB ની સમગ્ર ટીમ માત્ર 92 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ-રસેલની જોડીએ મળીને છ વિકેટ પોતાના નામે કરી હતી.

RCB vs KKR

કોલકાતા નાઈટ રાઈડર્સે ધમાકેદાર જીત સાથે બીજા ચરણની શરૂઆત કરી હતી. ઇયોન મોર્ગનની આગેવાનીવાળી KKR એ વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એકતરફી રીતે હરાવી હતી.

RCB એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરુણ ચક્રવર્તીની આગેવાની વાળી KKR એ બોલરોના શાનદાર પ્રદર્શનથી RCB ને માત્ર 92 રને રોકી દીધી હતી. આ મેચ શેખ ઝાયેદ સ્ટેડિયમ અબુ ધાબી ખાતે રમાઈ હતી. આરસીબી ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 19 ઓવરમાં 92 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. KKR માટે વરુણે 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ લીધી હતી. રસેલે RCB ના ત્રણ ખેલાડીઓને 3 ઓવરમાં 9 રન આપીને પેવેલિયન મોકલ્યા હતા. કોહલીની વાત કરીએ તો તે 4 બોલમાં ચોગ્ગાની મદદથી 5 રન બનાવી આઉટ થયો હતો. 2008 થી આરસીબી સાથે છે અને તે આ IPL માં RCB માટે તેની 200 મીં મેચ હતી. વિરાટ એક જ ફ્રેન્ચાઇઝી માટે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો ગયો છે.

English summary
RCB vs KKR: RCB fell to their knees against KKR, lost by 9 wickets!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X