For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RIP Pele : ફુટબોલના મહાન ખેલાડી પેલેનું નિધન, મેસી, નેમાર અને રોનાલ્ડોએ આપી શ્રદ્ધાંજલિ

આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન લિયોનેલ મેસીએ પોતાની પોસ્ટમાં બ્રાઝિલના ફૂટબોલ દિગ્ગજ પેલેને અલવિદા કહ્યું. આ ઉપરાંત મેસીએ પોતાની અને ધ કિંગ ની તસવીરો પણ શેર કરી છે. આર્જેન્ટિનાના કેપ્ટને લખ્યું - રેસ્ટ ઇન પીસ પેલે

|
Google Oneindia Gujarati News

RIP Pele : દુનિયાના સૌથી મહાન ફુટબોલ ખેલાડી પેલે છે. જેને સમગ્ર દુનિયામાં સૌથી વધુ પ્રેમ મળ્યો છે. પેલેનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. જે કારણે બ્રાઝિલ સાથે સાથે સમગ્ર દુનિયામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલની જનરેશનના ત્રણ મહાન ફુટબોલર્સ આર્જેટીનાના મેસી, પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બ્રાઝિલના નેમારે પેલેને શ્રદ્ધાંજલિ આપી છે.

ભાવુક થયો નેમાર

ભાવુક થયો નેમાર

બ્રાઝિલ અને પેરિસ સેન્ટ-જર્મન સુપરસ્ટાર નેમારે તેના દેશના મહાન સ્પોર્ટિંગ આઇકોનને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે, પેલે પહેલાં '10' માત્ર એક સંખ્યા હતી, પણ એ સુંદર વાક્ય અધૂરું છે. હું કહીશ કે, પેલે પહેલા ફૂટબોલ માત્ર એક રમત હતી.

તેમણે ફૂટબોલને એક કલામાં ફેરવી, તેને મનોરંજનથી ભરી દીધું હતું. ફૂટબોલ અને બ્રાઝિલને તેમનું નામ કિંગ (પેલે) ને કારણે મળ્યું. તેમને હાલ હયાત નથી, પરંતુ પેલેનો જાદુ યથાવત રહેશે.

મેસ્સીએ આપી શ્રદ્ધાંજલિ

મેસ્સીએ આપી શ્રદ્ધાંજલિ

આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન લિયોનેલ મેસીએ પોતાની પોસ્ટમાં બ્રાઝિલના ફૂટબોલ દિગ્ગજ પેલેને અલવિદા કહ્યું. આ ઉપરાંત મેસીએ પોતાની અને ધ કિંગ ની તસવીરો પણ શેર કરી છે. આર્જેન્ટિનાના કેપ્ટને લખ્યું - રેસ્ટ ઇન પીસ પેલે.

રોનાલ્ડોએ આપી શ્રદ્ધાંજલિ

રોનાલ્ડોએ આપી શ્રદ્ધાંજલિ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બ્રાઝિલના દિગ્ગજ સાથે તેની તસવીરો શેર કરી છે. રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધમાં પેલેને શ્રદ્ધાંજલિ આપી હતી. રોનાલ્ડોએ લખ્યું કે, બ્રાઝિલના તમામ લોકો અને ખાસ કરીને એડસન એરેન્ટેસ ડો નાસિમેન્ટોના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. પેલેને વિદાય.

સમગ્ર ફૂટબોલ વિશ્વ હાલમાં જે પીડા અનુભવી રહ્યું છે, તે વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો પૂરતા નથી. પેલે તમે લાખો લોકો માટે પ્રેરણા હતા. ગઈકાલે, આજે અને હંમેશ માટે એક રેફરન્સ હતો. તમે હંમેશા મને જે પ્રેમ બતાવ્યો છે, તે દરેક ક્ષણમાં બદલો આપવામાં આવ્યો હતો, જ્યારે આપણે એકબીજાથી દૂર હતા, ત્યારે પણ આપણે યાદો શેર કરી હતી. પેલે તમને ક્યારેય ભૂલશે નહીં. તમારી સ્મૃતિ આપણા દરેક ફૂટબોલ પ્રેમીઓમાં હંમેશા માટે જીવંત રહેશે. કિંગ પેલે રેસ્ટ ઇન પીસ.

82 વર્ષની વયે પેલનું અવસાન

82 વર્ષની વયે પેલનું અવસાન

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીના મહાન ફૂટબોલરોમાંથી એક બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારની મોડી રાત્રે તેમની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી.

બ્રાઝિલના ભૂતપૂર્વ ફૂટબોલર, જે કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા, તેમણે કીમોથેરાપી સારવારનો રિસ્પોન્સ આપવાનું બંધ કરી દીધું હતું.

તેમની કેન્સરની સારવારનું પુનઃમૂલ્યાંકન કરવા માટે તેમને આ મહિનાની શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને શ્વસન સંક્રમણ હોવાનું નિદાન થયું હતું.

એમબાપ્પે ભાવુક થઈ ગયા

એમબાપ્પે ભાવુક થઈ ગયા

ફ્રેન્ચ સ્ટાર કિલિયન એમ્બાપેએ લખ્યું હતું કે, ફૂટબોલના કિંગે આપણને છોડી દીધા છે, પરંતુ તેમનો વારસો ક્યારેય ભૂલાશે નહીં. RIP કિંગ.

રૂની ભાવુક થઈ ગયા

રૂની ભાવુક થઈ ગયા

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્ટાર ફૂટબોલર વેઇન રૂનીએ લખ્યું હતું કે, રેસ્ટ ઇન પીસ લિજેન્ડ. રોબી ફાઉલરે ટ્વિટ કર્યું - મહાન ખેલાડીઓમાંથી એક પેલે રેસ્ટ ઇન પીસ.

English summary
RIP Pele : Football legend Pele passed away, messi, ronaldo and neymar pay tribute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X