For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને ફટકોઃ ઇનફોર્મ રોહિત ‘આઉટ’, વિજય પહોંચ્યો ઇંગ્લેન્ડ

|
Google Oneindia Gujarati News

નોટિંગહામ, 29 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડ સામે કાર્ડિફ ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારતે શાનદાર વિજય નોંધાવ્યો. ભારતે નોંધાવેલા વિજયમાં સુરેશ રૈનાના પ્રદર્શનના ભરપેટ વખાણ થઇ રહ્યાં છે, પરંતુ રોહિત શર્માએ પણ શ્રેષ્ઠ અને ઉપયોગી બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને પોતાનું ફોર્મ પરત મેળવ્યું હતું. ભારતની બેટિંગ લાઇન ધીરે-ધીરે લાઇન લેન્થમાં આવી જ રહી હતી, ત્યાં એક માઠા સમચાર મળી રહ્યાં છે, રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા તે ઇંગ્લેન્ડ સામે રમાનારી બાકીની વનડે મેચો તથા એક આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ નહીં રમી શકે.

બીસીસીઆઇ દ્વારા એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છેકે, રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો છે અને તેના સ્થાને ટેસ્ટ ખેલાડી મુરલી વિજયને ઇંગ્લેન્ડ પરત મોકલવામાં આવી રહ્યો છે. જે ટૂંક સમયમાં ભારતીય ટીમ સાથે જોડાઇ જશે. અત્રે ઉલ્લેખનીય છેકે ટેસ્ટ શ્રણી દરમિયાન મુરલી વિજયે સારો દેખાવ કર્યો હતો અને તે ભારત તરફથી ટેસ્ટમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડી સાબિત થયો હતો. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- કાર્ડિફ વનડેઃ સચિનના રેકોર્ડને તોડવાની નજીક ધોની
આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટમાં 10 સૌથી વિચિત્ર રીતે આઉટ થવાની રીત

મુરલી વિજયનો દેખાવ

મુરલી વિજયનો દેખાવ

ટેસ્ટમાં ભારતને 3-1થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વિજયે ભારત તરફથી 10 ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક સદી તથા બે અડધી સદીઓ લગાવી હતી.

કાર્ડિફમાં રોહિતની અડધી સદી

કાર્ડિફમાં રોહિતની અડધી સદી

કાર્ડિફમાં એક સમયે ભારતે ખરાબ શરૂઆત કરી હતી અને બે વિકેટ ઝડપથી પડી ગઇ હતી, ત્યારે રોહિત શર્માએ સમજદારીપૂર્વક બેટિંગ કરતા 52 રનની ઇનિંગ રમી હતી, જે ભારતને ઘણી જ મદદરૂપ થઇ હતી અને ભારત 304ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. તેણે ઇંગ્લેન્ડના બોલર સામે ભારતને ટકી રહેવાના જુસ્સામાં વધારો કર્યો હતો.

બીજી વનડેમાં ભારતનો વિજય

બીજી વનડેમાં ભારતનો વિજય

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ટીમે ટેસ્ટ ક્રિકેટના ખરાબ પ્રદર્શનને સુધારતા વનડેમાં સારું પ્રદર્શન કર્યું હતું અને બીજી વનડેમાં વિજય મેળવ્યો હતો. હાલ શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.

ત્રીજી વનડે ટ્રેન્ટબ્રિજમાં

ત્રીજી વનડે ટ્રેન્ટબ્રિજમાં

બ્રિસ્ટલ ખાતે શ્રેણીની પહેલી મેચમાં વરસાદ વિઘ્ન બન્યો હતો અને એ મેચ રદ થઇ હતી, હવે ત્રીજી વનડે શનિવારે ટ્રેન્ટબ્રિજ ખાતે રમાવાની છે.

English summary
Rohit Sharma ruled out of England series, Vijay named as replacement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X