For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ ક્રિકેટમાં 10 સૌથી વિચિત્ર રીતે આઉટ થવાની રીત

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ એક એવી રમત છે, જેમાં તમને અનેક રેકોર્ડ, સિદ્ધિની સાથોસાથ અનેક એવી પળો પણ મળી જાય છે, જે આપણા ચહેરા પર સ્મિત વેરી દે છે અને આવી ઘટનાઓ આપણને ઘણી બધી મેચોમાં જોવા મળી હશે. આજે અમે અહીં એવી જ એક ઘટના અંગે વાત કરી રહ્યાં છીએ, અજીબો ગરીબ રીતે આઉટ થવું.

વિશ્વ ક્રિકેટમાં એવા ઘણા ખેલાડીઓ છે, જે આ પ્રકારે આઉટ થયા છે. જેમાં શ્રીલંકન કુમાર સંગાકારા, ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, પાકિસ્તાની ક્રિકેટર ઇન્ઝમામ ઉલ હક, ઇંગ્લેન્ડ ટીમના સુકાની એલિસ્ટર કૂક સહિત અનેક ખેલાડીઓનો સમાવેશ આ પ્રકારની યાદીમાં કરી શકાય છે. આજે અમે અહીં તસવીરો થકી વિશ્વ ક્રિકેટની 10 એવી આઉટ થવાની ઘટનાઓ અંગે જણાવી રહ્યાં છીએ જે ખરા અર્થમાં અજીબો ગરીબ છે. તો ચાલો એ જાણીએ.

કુમાર સંગાકારા, કોલંબો(2009)

કુમાર સંગાકારા, કોલંબો(2009)

આ ઘટના 2009ની છે, જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોમાં કમ્પેકપ કપની ફાઇનલ મેચ રમાઇ રહી હતી. આ મેચમાં ભારતે શ્રીલંકા સામે 319 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. આ મેચમાં શ્રીલંકાનો પરાજય થયો હતો, પરંતુ યાદગાર ક્ષણ જો કોઇ હોય તો એ કુમાર સંગાકારા આઉટ થયો તે હતી. કુમાર સંગાકારાના હાથમાંથી બેટ લપસી ગયુ હતુ અને સીધુ સ્ટમ્પ પર પડ્યું હતું.

એલિસ્ટર કૂક, કોલકતા(2012)

એલિસ્ટર કૂક, કોલકતા(2012)

ઇંગ્લેન્ડ ટીમનો સુકાની એલિસ્ટર કૂક 2012માં પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં હતો, તે જ્યાં ધારે ત્યાં રન બનાવી રહ્યો હતો. કોલકતા ખાતે પણ તેનું પ્રદર્શન એવુ જ હતું અને તેમે 190 રન બનાવી લીધા હતા, તે બેવડી સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ એ જ સમયે તેની સામે છેડે બેટિંગ કરી રહેલા કેવિન પીટરસને એક શોટ ફટકાર્યો, જે વિરાટ કોહલીના હાથમાં ગયો અને કોહલીએ કૂક તરફ થ્રો કર્યો, કૂક ક્રિઝમાં પાસે પહોંચી ગયો હતો, પરંતુ તે બેટ નીચે મુકવાનું ભૂલી ગયો અને રન આઉટ થયો હતો.

મુથૈયા મુરલીધરન, ક્રાઇસ્ટચર્ચ(2006)

મુથૈયા મુરલીધરન, ક્રાઇસ્ટચર્ચ(2006)

ક્રાઇસ્ટચર્ચ ખાતે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી હતી, જેના ત્રીજા દિવસે સંગાકારા અને મુરલીધરન ક્રિઝ પર હતા, કુમાર સંગાકારા અને મુરલીધરને એક રન દોડી લીધો, જેમાં સંગાકારાની સદી પૂર્ણ થતી હતી, સંગાકારાને શુભેચ્છા પાઠવવા મુરલીધરન તુરંત તેની પાસે પહોંચી ગયો હતો જોકે એ સમયે બોલને ડેડ જાહેર કરવામાં આવ્યો નહોતો અને બ્રાન્ડન મેક્કુલમે મુરલીધરનને રન આઉટ કરી દીધો હતો.

ક્રિસ રીડ, લોર્ડ્સ(1999)

ક્રિસ રીડ, લોર્ડ્સ(1999)

1999માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડ તરફથી પોતાની બીજી ટેસ્ટ રમી રહેલો વિકેટકીપર ક્રિસ રીડ અનોખી રીતે આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડના બોલર દ્વારા નાખવામાં આવેલા યોર્કરને સમજવામાં ક્રિસ થાપ ખાઇ ગયો હતો અને વિચિત્ર રીતે આઉટ થયો હતો.

મિસ્બાહ ઉલ હક, દિલ્હી(2007)

મિસ્બાહ ઉલ હક, દિલ્હી(2007)

ભારત સામે ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહેલી પહેલી ટેસ્ટના બીજા દિવસે સૌરવ ગાંગુલી દ્વારા નાંખવામાં આવેલા બોલમાં મિસબાહે ઝડપથી સિંગલ રન લેવા દોડ્યો હતો, દિનેશ કાર્તિકે જરા પણ મોડું કર્યા વગર બોલ નોન સ્ટ્રાઇક તરફ ફેંક્યો હતો, બોલ પોતાને વાગે તેનાથી બચવા માટે મિસબાહ કૂદ્યો હતો અને રન આઉટ થયો હતો, એ સમયે તેનું બેટ હવામાં રહી ગયું હતું.

એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ, મેલબોર્ન(2005)

એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ, મેલબોર્ન(2005)

2005માં યોજાયેલી વીબી શ્રેણી દરમિયાન સાયમન્ડસ શ્રીલંકન બોલર્સને ધોકાવી રહ્યો હતો એ સમયે સુકાની માર્વન અટ્ટાપટ્ટુએ પોતાના પાર્ટટાઇમ બોલર પાસે બોલિંગ કરાવી હતી અને તેણે સાયમન્ડ્સની વિકેટ લીધ હતી. એ સમયે સાયમન્ડસે ફોર્સ સાથે મારેલો દડો ક્લાર્કના પેડને અથડાયો હતો અને તિલકરત્ને દિલશાને થ્રો માર્યો હતો અને સાયમન્ડસ આઉટ થયો હતો.

કેવીન પીટરસન, ઓલ્ડ ટ્રાફોર્ડ(2007)

કેવીન પીટરસન, ઓલ્ડ ટ્રાફોર્ડ(2007)

વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં કેવીન પીટરસન 68 રન પર રમી રહ્યો હતો, ત્યારે ડ્વેન બ્રેવોનો એક બાઉન્સર તેના હેલમેટને વાગ્યો હતો અને હેલમેટ સીધુ સ્ટમ્પ પર પડ્યું હતું. પોતાની આઉટ થવાની આ રીતથી પીટરસન આશ્ચર્ય પામ્યો હતો.

ઇન્ઝમામ ઉલ હક, લીડ્સ(2006)

ઇન્ઝમામ ઉલ હક, લીડ્સ(2006)

2006માં પાકિસ્તાન ઇંગ્લેન્ડના પ્રવાસે ગયુ હતું. જેમાં ઇન્ઝમામ ઉલ હક અનોખી રીતે હિટ વિકેટ થયો હતો. મોન્ટી પાનેસરના બોલને બાઉન્ડરી પર ફટકારવા માટે ઇન્ઝમામ ઉલ હકે બેટ ફેરવ્યું અને આ સાથે જ તેનું શરીર સ્ટમ્પને અડી ગયું હતું.

ઇન્ઝમામ ઉલ હક, પેશાવર(2006)

ઇન્ઝમામ ઉલ હક, પેશાવર(2006)

જે રીતે ઇન્ઝમામ ઉલ હક લીડ્સમાં આઉટ થયો હતો તેવી જ રીતે પેશાવરમાં પણ તે અનોખી રીતે આઉટ થયો હતો. પેશાવરમાં ભારત સામેની વનડે મેચ દરમિયાન શ્રીસંથના એક બોલને તેણે ફટકાર્યો હતો અને જે સુરેશ રૈનાના હાથમાં ગયો હતો, સુરેશ રૈના દ્વારા ફેંકવામાં આવેલા થ્રોને રોકવા માટે ઇન્ઝમામ ઉલ હક દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમાં તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

સચિન તેંડુલકર, એડિલેડ(1999)

સચિન તેંડુલકર, એડિલેડ(1999)

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સચિન તેંડુલકર પણ વિચિત્ર રીતે આઉટ થયેલા છે. 1999માં એડિલેડ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ગ્લેન મેગ્રાના એક બોલમાં સચિન માટે એલબીની અપિલ કરવામાં આવી હતી જેમાં તેમને આઉટ આપી દેવામાં આવ્યા હતા, જોકે ખરા અર્થમાં તે આઉટ નહોતા.

English summary
10 most bizarre dismissals of all-time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X