RR vs KKR : બટલરની તોફાની સદી અને ચહલની હેટ્રિક સામે કોલકત્તા ઘુંટણીએ, 7 રનથી હાર!

IPL 2022 ની 30મી મેચમાં રાજસ્થાને કોલકાતાને 7 રને હરાવીને રોમાંચક જીત નોંધાવી હતી. KKR પાસે 218 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 210 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

IPL 2022 ની 30મી મેચમાં રાજસ્થાને કોલકાતાને 7 રને હરાવીને રોમાંચક જીત નોંધાવી હતી. KKR પાસે 218 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 210 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. કેકેઆર તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર (85) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલે RR માટે 5 વિકેટ લીધી અને શાનદાર હેટ્રિક પણ લીધી.

RR vs KKR

કેકેઆર તેની છેલ્લી ત્રણ મેચ હારી છે. IPL 2022માં શ્રેયસની ટીમ અત્યાર સુધીમાં 7 મેચ રમી છે, 3માં ટીમ જીતી છે. આ સાથે જ તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનની ટીમે 6 મેચમાં 4 મેચ જીતી છે. આ સાથે જ ટીમને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ KKR પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે રાજસ્થાનની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે.

આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા RRએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા. જોસ બટલરે સૌથી વધુ 103 રનની ઇનિંગ રમી હતી. આ સિઝનમાં આ તેની બીજી સદી હતી. KKR તરફથી સુનીલ નારાયણને 2 વિકેટ મળી હતી.

રાજસ્થાન રોયલ્સ માટે યુઝવેન્દ્ર ચહલે મેચમાં શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. તેણે KKRની ઇનિંગ્સની 17મી ઓવરમાં 4 વિકેટ અને હેટ્રિક પણ લીધી. આ ઓવરમાં ચહલને બે વખત હેટ્રિક લેવાની તક મળી હતી. ચહલના ખાતામાં કમિન્સ, શિવમ માવી, શ્રેયસ અય્યર, પેટ કમિન્સની વિકેટ આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X