બાળા સાહેબ ઠાકરેના નિધન પર સચિને વ્યક્ત કર્યો શોક

સચિને એક ન્યુઝ ચેનલને કહ્યું છે,' બાળા સાહેબના નિધનના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું. મહારાષ્ટ્ર માટે તેમણે ઘણું યોગદાન છે. તેમની ખોટ વર્તાશે. દુર્ભાગ્યવશ હું હાલ અમદાવાદમાં છું, નહીં તો હું જાતે જ બાળા સાહેબને આખરી વિદાય આપવા ઇચ્છતો હતો. તેમના પરિવારને ભગવાન શક્તિ અર્પે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે.'
સચિન તેંડુલકર અને બાળ ઠાકરે બન્ને મહારાષ્ટ્રના લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે, પરંતુ એવું ઘણી વખત થયું કે બન્ને વચ્ચે ટકરાવની સ્થિતિ ઉભી થઇ. વર્ષ 2009માં એક પત્રકાર પરિષદમાં સચિન તેંડુલકરે કહ્યું હતું કે, હું મરાઠી છું અને મને તેનો ગર્વ છે, પરંતુ હું પહેલા ભારતીય છું અને મુંબઇ બધા ભારતીયોનું છે. જેના જવાબમાં ઠાકરેએ કહ્યું હતું કે, તે(સચિન) ક્રિકેટની પીચ પર બેટિંગ કરે, રાજકારણની પીચ પર બેટિંગ ના કરે.












Click it and Unblock the Notifications
