સાઇના નેહવાલે જીત્યો મલેશિયન માસ્ટર્સનો ખિતાબ

Written By:
Subscribe to Oneindia News

સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે મલેશિયન માસ્ટર્સ ગ્રાંપ્રી બેડમિન્ટનનો ખિતાબ જીત્યો છે. તેમણે ફાઇનલમાં થાઇલેન્ડની પૉર્નપાવી ચોચુવોંગને હરાવીને આ ખિતાબ પોતાને નામ કર્યો છે. નેહવાલે ચોચુવોંગને 22-20, 22-20થી હરાવી છે.

saina nehwal

છેલ્લા ઘણા સમયથી સાઇના ઇજાને કારણે સારું પ્રદર્શન નહોતી કરી શકતી, એવામાં આ જીત મેળવી સાઇનાએ ફરીથી એકવાર પોતાને ફિટ સાબિત કરી છે. ઉલ્લેખનીય છે કે, રિયો ઓલમ્પિકમાં ઇજા થવાને કારણે સાઇનાએ શરૂઆતની મેચ બાદ હરીફાઇમાંથી બહાર નીકળી જવું પડ્યું હતું.

અહીં વાંચો - આ સુંદરીઓ લગાવે છે ભારતીય સ્પોર્ટ્સમાં ગ્લેમરનો તડકો

સાઇનાએ જે થાઇલેન્ડની ખેલાડીને હરાવી છે, તેની ઉંમર માત્ર 19 વર્ષ છે. તેનો આજે જન્મદિવસ પણ હતો, ચોચુવોંગની રેંકિંગ 67 છે, જ્યારે સાયનાની રેંકિંગ 10 છે. સાઇનાએ લંડનના ઓલમ્પિરમાં પણ ભારતને બ્રોન્ઝ મેડલ આપાવ્યું હતું. મલેશિયન સેમિફાઇનલમાં સાયનાએ હોંગકોંગની યિપ પુઇ યિનને 21-13, 21-10થી હરાવી હતી. આ વર્ષનો સાઇના નેહવાલનો આ પ્રથમ ખિતાબ છે.

સાઇના નેહવાલે આ ખિતાબ જીતવાની સાથે વર્ષની સુંદર શરૂઆત કરી છે. મલેશિયન માસ્ટર્સના વિજેતાનું ઇનામ છે, 120,000 ડોલર!

English summary
Saina Nehwal wins Malaysian Masters beating Thai Pornpawee Chochuwong 22-20, 22-20.
Please Wait while comments are loading...