કારકિર્દીમાં પહેલીવાર આ મુકામ હાંસલ કર્યો સાનિયા મિર્ઝાએ
નવી દિલ્હી, 7 જુલાઇઃ ભારતની પહેલી મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોમવારે જારી ડબલ્યુટીએ યુગલ રેન્કિંગ અનુસાર પાંચમાં સ્થાન પર છે. સાનિયા પોતાની કારકિર્દીમાં પહેલીવાર ટોપ પાંચમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. સાનિયા મિર્ઝા અને ઝિમ્બાવ્વેની તેમની જોડીદાર કારા બ્લેક જોકે વિમ્બલડનમાં કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા અને બીજા જ દોરમાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા હતા. તેમ છતાં તે 130 અંકો સાથે પાંચમા ક્રમાંકે સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે.

પુરુષોમાં ભારતમાં સર્વોચ્ચ ક્રમાંક હાસલ કરનાર સોમદેવ બર્મન વિશ્વ સિંગલ રેન્કિંગમાં 10 સ્થાન નીચે ઉતરીને 135માં સ્થાને પહોંચી ગયો છે. તો પુરુષ યુગલમાં લિએન્ડર પેસના ક્રમમાં કોઇ ફેરબદલ આવ્યો નથી અને તે 13માં સ્થાને છે. રોહન બોપન્ના ત્રણ સ્થાન નીચે ઉતરીને 20માં ક્રમાંકે પહોંચી ગયો છે.












Click it and Unblock the Notifications
