For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ખેલાડીને T-20 WC ટીમમાં જગ્યા ન મળતા સેહવાગે સવાલ ઉઠાવ્યા!

આઈપીએલ સીઝન-14 સમાપ્ત થયા બાદ તમામ ટીમની નજર ટી-20 વર્લ્ડ કપ ખિતાબ જીતવા પર રહેશે. ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે.

By Desk
|
Google Oneindia Gujarati News

આઈપીએલ સીઝન-14 સમાપ્ત થયા બાદ તમામ ટીમની નજર ટી-20 વર્લ્ડ કપ ખિતાબ જીતવા પર રહેશે. ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ માટે BCCI એ ટીમની પણ જાહેરાત કરી છે અને તેમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લેવાયા હતા. શિખર ધવનને પડતો મૂકાયા બાદ પસંદગીકારો પર સવાલો ઉઠ્યા હતા. કારણ કે તે આઈપીએલમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ સાથે જ પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ફરી એક વખત પસંદગીકારોના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને પણ ટીમમાં સમાવાયો નથી. હવે સેહવાગે કહ્યું છે કે, પસંદગીકારોએ જવાબ આપવો જોઈએ કે ચહલને ટી 20 વર્લ્ડ કપની ટીમમાંથી કેમ પડતો મૂકવામાં આવ્યો.

T-20 WC

સેહવાગે આઈપીએલ સીઝન-14 ની 39 મી મેચ બાદ સેહવાગે આ સવાલ ઉઠાવ્યો હતો. જે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચ RCB એ 54 રનથી જીતી હતી, જેમાં ચહલે 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી હતી અને એક ઓવર મેડન હતી. ટી 20 વર્લ્ડકપ ટીમમાં ચહલને સ્થાન ન આપવા અંગે સેહવાગે કહ્યું કે, ચહલ પહેલા પણ સારી બોલિંગ કરી રહ્યો હતો. મને સમજાતું નથી કે તેને ટી 20 વર્લ્ડ કપની ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો. પસંદગીકારોએ જવાબ આપવો જોઇએ. એવું નથી કે રાહુલ ચાહરે શ્રીલંકામાં અસાધારણ બોલિંગ કરી હતી. ચહલ જે રીતે બોલિંગ કરી રહ્યો છે તે ટી 20 ક્રિકેટમાં કોઈપણ ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે.

રસપ્રદ વાત એ છે કે, બીસીસીઆઈની પસંદગી પેનલે વર્લ્ડ કપ માટે આર અશ્વિન, અક્ષર પટેલ, રાહુલ ચાહર અને વરુણ ચક્રવર્તીને સ્પિનર ​​તરીકે પસંદ કર્યા છે. પસંદગીકારોએ આ માટે જે કારણ આપ્યું તે એ હતું કે તે કોઈ એવો ખેલાડી ઈચ્છતા હતા જે ઝડપી લેગ સ્પિન બોલિંગ કરી શકે. ચહલ ઉપરાંત પર્પલ કેપ હોલ્ડર હર્ષલ પટેલે પણ આરસીબી માટે સારી બોલિંગ કરી હતી અને હેટ્રિક લઈને તેને યાદગાર બનાવી હતી. સેહવાગે જમણા હાથના ઝડપી બોલર અક્ષર પટેલના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. ભારતના ભૂતપૂર્વ ઓપનરે મેચના વળાંક તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે ચહલ અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વચ્ચેની ઓવરમાં સ્પેલ કર્યો હતો, જેને મેચને આરસીબીની તરફેણમાં ફેરવી હતી.
સેહવાગે કહ્યું કે, હર્ષલ પટેલ શાનદાર હતો અને યુઝવેન્દ્ર ચહલે બતાવ્યું કે તે આટલો સ્માર્ટ ક્રિકેટર કેમ છે. RCB માટે શાનદાર જીત. હજુ પણ ભારતને વર્લ્ડ કપ માટે અંતિમ 15 માં ફેરફાર કરતા જોઈએ. ચહલ વિશે સેહવાગે કહ્યું કે, તે જાણે છે કે તેના ફોર્મેટમાં બોલિંગ કેવી રીતે કરવી, વિકેટ કેવી રીતે લેવી.

આઈસીસીએ ટીમમાં ફેરફાર માટે 10 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. ચહલ પાસે ઘણો અનુભવ છે, કારણ કે તેણે 49 ટી-20 મેચ રમી છે અને 63 વિકેટ લીધી છે. આ ઉપરાંત તેને આ સીઝનમાં આરસીબી માટે સારું પ્રદર્શન કર્યું છે. હવે જોવાનું એ છે કે પસંદગીકારોનું મન બદલાય છે કે નહીં.

English summary
Sehwag questioned this player for not getting a place in the T-20 WC team!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X