2020નું સ્પોર્ટ્સ કેલેન્ડરઃ IPL 2020, T20 WC, ટોક્યો ઓલિંપિક સહિત આ ગેમ રમાશે
નવી દિલ્હીઃ નવા વર્ષનું આગમન થઈ ગયું છે અને ખેલ જગત પણ તેના સ્વાગત માટે પૂરી રીતે તૈયાર છે. દર વર્ષે અનેક સ્પોર્ટ્સ આવે છે જેનાથી તે વર્ષે ખેલ અને ખેલાડીઓનું મહત્વ નવી રીતે નક્કી થાય છે. આ વખતે જાન્યુઆરીમાં ભારતીય ક્રિકેટ ટીમની સીમિત ઓવર માટે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ સીરિઝથી પોતાના નવા વર્ષની શરૂઆત કરશે. આ ઉપરાંત નવા વર્ષના પહેલા દિવસથી પ્રીમિયર લીગની એક્શન તો વર્ષના પહેલા દિવસથી જ શરૂ થઈ જશે.
ટેનિક એક્શનની શરૂઆત વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમ એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપનથી થશે. દુનિયાભરમાં ફુટબોલ લીગ- પીએલ, લા લીગ, સીરી એ, ચેમ્પિયન્સ લીગ, ભારતની આઈપીએલ- વર્ષ આખું ફેન્સને વ્યસ્ત રાખશે. 2020 યૂરોપમાં થનાર સૌથી મોટી મલ્ટી નેશનલ ફુટબોલ ટૂર્નામેન્ટ યૂરો કપ પણ આ વર્ષે જ રમાનાર છે.
ફેબ્રુઆરી-માર્ચના મહિનામાં ઓસ્ટ્રેલિયા મહિલા ટી20 વર્લ્ડ કપની મેજબાની કરશે, જે બાદ આઈપીએલની 13મી સિરીઝ માર્ચના અંત અથવા એપ્રિલના પહેલા અઠવાડિયા સુધી ચાલશે. કેશ-રિચ આઈપીએલ બાદ ક્રિકેટનું ધ્યાન ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં ઓસ્ટ્રેલિયામાં ICC મેન્સ વર્લ્ડ ટી20 તરફ જશે.
પરંતુ તે પહેલા બધાનું ધ્યાન ટોક્યો તરફ જશે, કેમ કે જાપાનની રાજધાનીમાં ધરતીના સૌથી મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટના રૂપમાં ઓલોમ્પિકનું આયોજન થશે. ઓલોમ્પિક ગેમનું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ વચ્ચે કરવામાં આવશે. અહીં જાણો આ વર્ષે યોજાનાર સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટની તારીખો..

ફુટબોલ
- જાન્યુઆરી- પ્રીમિયર લીગ, આઈએસએલ, આઈ-લીગ, લા લીગા, સીરી એ, સીએલ, વગેરે..
- 23 મે- એફએ કપ ફાઈનલમાં વેમ્બલી સ્ટેડિયમ, લંડન
- 30 મે- યૂઈએફએ ચેમ્પિયન્સ લીગ ફાઈનલ, એટાફર્ક ઓલોમ્પિક સ્ટેડિયમ, ઈસ્તામ્બુલ.
- 12 જુનથી12 જુલાઈ- યૂરો 2020 આખા યૂરોપમાં રમાશે, લંડનમાં ફાઈનલ.
- 12 જૂનથી 12 જુલાઈ- કોપા અમેરિકા, અર્જેન્ટીના અને કોલોમ્બિયામાં રમાશે
- ઓગસ્ટ- નવી ફુટબોલ લીગ સીઝન શરૂ

ટેનિસ
- 20 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા ઓપન
- 18 મેથી 7 જૂન- ફ્રેન્ચ ઓપન
- 29 જૂનથી 6 જુલાઈ- વિંબલ્ડન
- 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર- યૂએસ ઓપન

ક્રિકેટ
- 24 જાન્યુઆરીથી 4 માર્ચ- ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ
- 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ- આઈસીસી મહિલા વર્લ્ડ ટી20 ઓસ્ટ્રેલિયામાં
- ફેબ્રુઆરીથી માર્ચ- પાકિસ્તાન સુપર લીગ
- માર્ચ- ભારતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ
- માર્ચ- ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ
- એપ્રિલથી મે- આઈપીએલ 2020
- જુલાઈથી સપ્ટેમ્બર- યુકેમાં પાકિસ્તાન પ્રવાસ
- સપ્ટેમ્બર- એશિયા કપ ટી20 ફોર્મેટ
- સપ્ટેમ્બર- ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ
- ઓક્ટોબરથી નવેમ્બર- પુરુષોનો ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં
- નવેમ્બર- જિમ્બાબ્વેનો પાકિસ્તાન પ્રવાસ
- નવેમ્બરથી ડિસેમ્બર- ભારતનો એસ્ટ્રેલિયા પ્રવાસ
- ડિસેમ્બરમાં પાકિસ્તાનનો કીવી પ્રવાસ.

ગોલ્ફ
- 9થી 12 એપ્રિલ- ધી માસ્ટર્સ ચેમ્પિયનશિપ
- 11થી 17 મે- યૂએસ પીજીએ
- 18થી 21 જૂન- યૂએસ ઓપન, વિંગ વિંગ ફુટ ગોલ્ફ ક્લબ, મમારોનેક, ન્યૂયોર્ક
- 16થી 19 જુલાઈ- રૉયલ સેંટ જ્યોર્જ ગોલ્ફ ક્લબ, સેન્ડવિચ કેન્ટ ઈંગ્લેન્ડમાં બ્રિટિશ ઓપન.
- 25થી 27 સપ્ટેમ્બર- વ્હિસ્લિંગ સ્ટ્રેટ્સ (હેવન, વિસ્કૉન્સિન)માં રાઈડર કપ.

મોટરસ્પોર્ટ
- 24 મે- ઑટો રેસિંગ 500 ઈન્ડિયાનાપોલિસ, યૂએસએ
- 13થી 14 જૂન- ઑટો રેસિંગ 88thના 24 કલાક લે મેન્સ સર્કિટ ડે લા સાર્થે, લે મેન્સ, ફ્રાંસ.

અન્ય ગેમ
- 9થી 22 જાન્યુઆરી- મલ્ટિ સ્પોર્ટ્સ વિંટર યૂથ ઓલિમ્પિક લૉજેન, સ્વિત્ઝરલેન્ડ.
- 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ- સાઈખ્લિંગ- બર્લિન, જર્મનીમાં વર્લ્ડ ટ્રેક ચેમ્પિયનશિપ
- 13થી 15 માર્ચ- એથલેટિક્સ- વર્લ્ડ એથલેટિક્સ ઈન્દોર ચેમ્પિયનશિપ નાનજિંગ, ચીનમાં.
- 1થી 17મે- આઈસ હૉકી- આઈએચએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ જ્યૂરિક અને લૉજેન સ્વિત્ઝરલેન્ડમાં.
- જૂન- બાસ્કેટબોલ- યૂએસએ/કેનેડામાં એનબીએ ફાઈનલ.
- 27 જૂનથી 19 જુલાઈ- સાઈક્લિંગ- ટૂર ડે ફ્રાન્સ.
- 24 જુલાઈથી 9 ઓગસ્ટ- મલ્ટી સ્પોર્ટ્સ- સમર ઓલમ્પિક, ટોક્યો, જાપાન.
- ઓગસ્ટથી ઓક્ટોબર- પ્રો કબડ્ડી લીગ.
- 25 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર- મલ્ટી સ્પોર્ટ્સ- પેરાલિંપિક્સ ગેમ્સ, ટોક્યો જાપાન.
- 20થી 27 સપ્ટેમ્બર- સાઈક્લિંગ- યૂસીઆઈ રોડ વર્લ્ડ ચેમ્પિયનશિપ, સ્વિત્ઝરલેન્ડ.
Year Ender 2019: વર્ષ 2019માં બન્યા 5 અનોખા રેકોર્ડ, તોડવા બહુ મુશ્કેલ