સ્પોટ ફિક્સિંગના ખલનાયકોને સજા થવી જોઇએ : કોહલી

કોહલી એક કાર્યક્રમ દરમિયાન મુંબઇ આવ્યો હતો. મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે હિરો તો એવી વ્યક્તિને કહેવાય જે રમતનું માન જાળવે અને રમતને ભ્રષ્ટ ન બનાવે. જે લોકો રમતને માન આપતા નથી કે તેને ભ્રષ્ટ બનાવે છે તેઓ વિલન છે. એમને સજા થવી જોઈએ અને એવી વ્યક્તિઓને ભૂતકાળમાં પણ સજા થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણ ખેલાડી એસ શ્રીસંત, અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણની દિલ્હી પોલીસે સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ ધરપકડ કરી હતી અને તેઓ હાલ જામીન પર છૂટ્યા છે.












Click it and Unblock the Notifications
