For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીતીને ધોની બ્રિગેડ ફરી બન્યું સરતાજ

|
Google Oneindia Gujarati News

મોહાલી, 23 જાન્યુઆરી: ઓપનીંગમાં ઉતરેલા રોહિત શર્મા (83) અને ફોર્મમાં ચાલી રહેલા સુરેશ રૈના અણનમ (89)ની શાનદાર અર્ધસદી થકી ભારતે ઇંગ્લેન્ડને ચોથી વનડેમાં પાંચ વિકેટથી હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 3-1 થી અજેય બઢત બનાવી લીધી છે. રૈનાને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયા છે. કપ્તાન ધોનીએ જીત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ટીમ હવે ફરીથી લયમાં આવી રહી છે. આની સાથે ભારત ફરીથી વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે આવી ગયું છે.

team india
ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટ પર 257 રન અટકાવીને માત્ર 47.3 ઓવરમાં 5 વિકેટ પર 258 રન બનાવીને શ્રેણીમાં જીત પર હેટ્રિક પૂરી લીધી છે. ભારતે રાજકોટમાં પ્રથમ વનડે હારી ગયા બાદ કોચ્ચિ, રાંચી અને મોહાલીમાં સતત જીત મેળવી છે. શ્રેણીમાં પ્રથમ મેચ રમવા ઉતરેલા અને એ પણ ઓપનીંગમાં ઉતરેલા રોહીતે 93 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 83 રન બનાવીને ભારતને મજબૂત આધાર આપ્યો, રૈનાએ 79 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 89 રન ફટકારી ટીમને વિજય અપાવી દીધો.

ભારતે રાંચીમાં ત્રીજી વનડેમાં સરળ જીતની સાથે ઇંગ્લેન્ડને પછાડીને વનડે રેન્કિંગમાં ફરીથી શ્રેષ્ઠ સ્થાન હાંસલ કરી લીધું છે અને હવે મોહાલીની જીતની સાથે નંબર એક પર પોતાની પકડ વધુ મજબુત કરી લીધી છે.

આ પહેલા કપ્તાન એલેસ્ટેર કૂક (76) અને કેવિન પીટરસન (76) રનોની મહત્વપૂર્ણ પારીના કારણે ઇંગ્લેન્ડે સાત વિકેટ પર 257 રનનો ચૂનોતીપૂર્ણ સ્કોર બનાવ્યો. પરંતુ તે ભારતની મજબૂત બેટિંગની આગળ ટકી ઢીંગળો સાબિત થયો.

English summary
Team India again at number one position in ODI ranking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X