સ્ટીવર્ટની ટેસ્ટ ડ્રીમ ટીમમાં સચિન તેંડુલકર

sachin-tendulkar
લંડન, 9 મેઃ ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની એલેક સ્ટીવર્ટની ટેસ્ટ ડ્રીમ ટીમમાં સ્થાન મેળવનાર સચિન તેંડુલકર એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. સ્ટીવર્ટે એ ખેલાડીઓ વચ્ચેથી પોતાની ટીમ પસંદ કરી જેમની વિરુદ્ધ તે પોતાની કારકિર્દી દરમિયાન રમ્યા હતા.

સ્ટીવર્ટે કહ્યું કે લીટલ માસ્ટરે લાંબા સમય સુદી સતત રન બનાવવા અને ભારતના નંબર વન ખેલ આઇકોનના દબાણમાંથી સારી રીતે બહાર આવ્યા છે.

તેમણે કહ્યું કે, મને તેમના હોમટાઉન મુંબઇમાં 1993માં રમેલી 165 રનની ઇનિંગ સારી રીતે યાદ છે અને તેનાથી લગભગ એક દશકા બાદ તેમણે હેડિંગ્લેમાં 193 રન બનાવ્યા. જ્યારે તે બેટિંગ કરવા માટે ઉતર્યા ત્યારે એવું લાગી રહ્યું હું કે તેમનું બેટ પહોળું થઇ ગયું હોય.

બે અન્ય ભારતીયો રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે એ પણ સ્ટીવર્ટની ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવી લીધું હતું, પરંતુ આ બન્ને અંતિમ ઇલેવનમાં સ્થાન બનાવી શક્યા નહોતા.

સ્ટીવર્ટે પોતાની ટેસ્ટ ટીમનું સુકાન ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વોને સોંપ્યુ. ઇંગ્લેન્ડના પૂર્વ સુકાનીએ કહ્યું કે બ્રાયન લારા એ બેટ્સમેનોમાં સર્વશ્રેષ્ઠ છે, જેમની વિરુદ્ધ તે રમ્યા છે.

સ્ટીવર્ટની ટીમમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગ અને વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી વિવિયન રિચાર્ડ્સને સ્થાન નથી મળ્યું, જ્યારે રિચાર્ડ્સની સમકક્ષ વેસ્ટ ઇન્ડિઝના ગોર્ડન ગ્રીનિઝ અને મેલ્કમ માર્શલ આ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X