વિવાદમાં ફસાયેલા સચિનના પડખે આવ્યા ગાંગુલી!

કોલકાતા, 20 ઑગસ્ટ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ દિગ્ગજ બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા બે દિવસ પહેલા ખેલાડીયોની પસંદગીને લઇને કરવામાં આવેલી ટિપ્પણી પર જણાવ્યું કે તેંડુલકરના નિવેદનને ખોટી રીતે સમજવામાં આવ્યું છે.

એક સમારંભમાં ભાગ લેવા આવેલા ગાંગુલીએ સમારંભ ઉપરાંત જણાવ્યું કે જ્યારે તેમણે આ નિવેદન આપ્યું ત્યારે હું ત્યાં જ હતો અને મેં તેમનું ઇન્ટર્વ્યુ પણ વાંચ્યું છે. સચિનનું આ નિવેદન એકદમ સાફ છે. તેમણે બિલકૂલ જુદા જ સંદર્ભમાં વાત કહી છે.

sourav ganguly
તેંડુલકર દ્વારા બે દિવસ પૂર્વ આપવામાં આવેલા નિવેદનના કારણે વિવાદ ઉભો થઇ ગયો. તેંદુલકરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓની પસંદગી કરતી વખતે પસંદગીકારોએ ખેલાડીઓના આંકડાઓને નહીં, પરંતુ તેમની યોગ્યતા અને દબાણ સહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ.

તેંદુલકરે બેંગલુરુમાં આયોજીત કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘના પ્લેટિનમ જુબલી સમારંભમાં શનિવારે જણાવ્યું હતુ કે હું દૂરદ્રષ્ટિ અંગે વાત કરી રહ્યો છું. વાત જ્યારે પસંદગીની આવે છે ત્યારે ખેલાડીનું વિશ્લેષણ કરવામાં આવું જોઇએ. જો કોઇ ખેલાડી કેટલીક મેચોમાં અસફળ પણ રહ્યો હોય, તો એ જોવું જોઇએ કે શું તે આંતરરાષ્ટ્રી સ્તર પર દબાણ સહન કરી શકે છે કે નહીં. આ સમારંભમાં ગાંગુલી સહિત અન્ય પૂર્વ ભારતીય કપ્તાન જેવા મોહમ્મદ અજરુદ્દીન, રાહુલ દ્રવિડ અનિલ કુંબલે પણ હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X