For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિને આંતરરાષ્ટ્રીય કરિયરમાં 23 વર્ષ પૂરાં કર્યાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 6 નવેમ્બર: ભારત અને ઇગ્લેંડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ 15 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. આ મેચ પહેલાં ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 વર્ષ પુરા કરી લેશે. ઉલ્લેખનીય છે કે સચિને 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન વિરૂદ્ધ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી સચિને 190 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

આ દરમિયાન બેટીંગ લગભગ બધા જ રેકોર્ડ તેમના કરી ચૂક્યાં છે. તે ટેસ્ટ અને વન-ડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. જોકે છેલ્લાં કેટલાક સમયથી તે સારા ફોર્મમાં નથી પરંતુ રેલવે વિરૂદ્ધ મુંબઇ તરફથી રમતાં સચિને શાનદાર સદી ફટકારી હતી જેથી આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આગામી ઇગ્લેંડ સીરીઝમાં તે સારું પ્રદર્શન કરશે.

sachin

સચિનના કેરિયરમાં દરમિયાન જોવા મળ્યું છે કે જ્યારે-જ્યારે તેમના ફોર્મ અંગે પ્રશ્નો ઉભા થયા છે ત્યારે તેમને શાનદાર વાપસી કરી છે. હવે જ્યારે 15 નવેમ્બરના રોજ અમદાવાદમાં ઇગ્લેંડ વિરૂદ્ધ રમવા ઉતરશે ત્યારે તે ફરી સારા ફોર્મમાં જોવા મળશે જેના માટે તે જાણીતા છે.

સચિને આ વર્ષે એશિયા કપમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની 100મી સદી ફટકારી હતી. સચિને ટેસ્ટ મેચમાં છેલ્લી સદી જાન્યુઆરી 2011માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ફટકારી હતી. ત્યારે આવા સમયે આશા વ્યકત કરવામાં આવી રહી છે અમદાવાદ ટેસ્ટમાં તે સદી ફટકારી ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયા તરફથી રમતાં 190 ટેસ્ટ મેચોમાં 51 સદી અને 65 અર્ધસદીની મદદથી 15533 રન બનાવ્યા છે તો 463 વન-ડે મેચમાં 49 સદી અને 96 અર્ધસદીની મદદથી 18426 રન બનાવ્યાં છે.

English summary
When Sachin Tendulkar walks out to play the first Test against England on November 15 in Ahmedabad, the Master Blaster will, on that day, complete 23 years in international cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X