ઘણી ખાસ હતી કોટલામાં મળેલી વિદાઇઃ દ્રવિડ
નવી દિલ્હી, 8 ઓક્ટોબરઃ ચેમ્પિયન્સ લીગ ટી20 બાદ ક્રિકેટને અલવિદા કહીં ચૂકેલા રાહુલ દ્રવિડે કહ્યું કે તે સંતુષ્ઠ થઇને રમવાનું છોડી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સને સુકાની તરીકે આઇપીએલમાં નંબર ત્રણ અને ચેમ્પિયન્સ લીગમાં નંબર બે સુધી પહોંચાડનારા દ્રવિડે કહ્યું કે, તેને રવિવારે ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં મળેલા પરાજયનો અફસોસ નથી.
દ્રવિડએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ટાઇટલ જીતીને કારકિર્દી સમાપ્ત કરવી શાનદાર હોય છે, પરંતુ તે પોતાના ખેલાડીઓના પ્રદર્શનથી ઘણો જ ખુશ છે. ઘણા ઓછા લોકોએ જ તેમની ટીમ અંગે વિચાર્યું હશે કે CLT20 અને આઇપીએલમાં આટલું સારું પ્રદર્શન કરશે.

દ્રવિડે કહ્યું કે મને એ વાતની સૌથી વધારે ખુશી છે કે મારો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જ મારી કારકિર્દી બની ગયો. હું તેનાથી વિશેષ શું ઇચ્છી શકું. અંદાજે 17 વર્ષ લાંબી ઇન્ટરનેશનલ કારકિર્દી ક્યારે વિતી ગઇ તેને અહેસાસ ના થયો. તેણે વધુમા કહ્યુ કે, સમય ઝડપથી વિતી ગયો. મારા માટે એ વાત મહત્વની રહી કે, મને આ દરમિયાન એક ક્રિકેટર અને એક વ્યક્તિ તરીકે ઘણું બધું શીખવા મળ્યું.












Click it and Unblock the Notifications
