Tokyo 2020: દીપિકા કુમારી મહિલા વ્યક્તિગત તીરંદાજીના ક્વાર્ટરફાઈનલમાં પહોંચી
ભારતીય તીરંદાજ દીપિકા કુમારીની શાનદાર સફર ચાલુ છે. તેણે આરઓસીની સીનિયા પરસોવાને મ્હાત આપીને મહિલા વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધાના અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે.
ટોક્યોઃ ભારતીય તીરંદાજ દીપિકા કુમારીની શાનદાર સફર ચાલુ છે. તેણે આરઓસીની સીનિયા પરસોવાને પ્રી-ક્વાર્ટરફાઈનલ મુકાબલામાં મ્હાત આપીને મહિલા વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધાના અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે. આ રીતે તે મેડલની વધુ નજીક પહોંચી ગઈ છે. બંને તીરંદાજો માટે આ કાંટાની ટક્કર હતી જ્યાં પહેલો સેટ દીપિકાના નામે રહ્યો. તેણે અહીં સતત 9, 10 અને 9નો સ્કોર કરીને 28 પોઈન્ટ મેળવી લીધા અને 2 સેટ પોઈન્ટ મેળવ્યા.

બીજા સેટમાં સીનિયાએ 27 પોઈન્ટ લઈને જીત મેળવી કારણકએ અહીં દીપિકાએ માત્ર 26 પોઈન્ટ લીધા હતા. દીપિકાને સેટનુ અંતિમ તીર ભારે પડ્યુ જે માત્ર 7 જ પોઈન્ટ લઈને આવ્યુ.ત્રીજાસેટમાં ફરીથી 10, 9 અને 9નો સ્કોર કરીને દીપિકાએ ફરીથી વાપસી કરી પરંતુ ચોથો સેટ બરાબરી પર છૂટ્યો. અહીં પાંચમો સેટ દીપિકાને શરૂઆતમાં ભારે પડી ગયો કારણકે પહેલી તીર માત્ર 7 જ પોઈન્ટ લઈને આવ્યુ. આ સેટને સીનિયાએ જીત સાથે સમાપ્ત કર્યુ અને બંને તીરંદાજ 5-5થી બરાબરી પર છૂટ્યા.
પાંચમો સેટ સીનિયા માટે 9 પોઈન્ટ લઈને આવ્યો જેના જવાબમાં દીપિકાએ માત્ર 7 પોઈન્ટ પોઈન્ટ મેળવ્યા પરંતુ તેણે ફરીથી 10 પોઈન્ટ મેળવ્યા પરંતુ આ પૂરતુ નહોતુ અને દીપિકા સેટ હારી ગઈ. મુકાબલો ફરીથી શૂટ ઑફમાં ગયો. આમાં એક તીર વારાફરથી આપવામાં આવે છે. સીનિયાએ અહીં 7 જ પોઈન્ટ મેળવ્યા અને દીપિકાએ સીધા 10 પર નિશાન સાધીને મુકાબલો જીતી લીધો. આ સાથે જ દીપિકા કુમારી ક્વાર્ટરફાઈનલમાં પહોંચી ગઈ. આ ઈવેન્ટનો ફાઈનલ અને કાંસ્ય પદક મુકાબલો આજે જ જોવા મળવાનો છે. આ પહેલા અતાનુ દાસ પણ જબરદસ્ત રીતે જીતીને પ્રી-ક્વાર્ટ ફાઈનલમાં પહોંચ્યા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
