For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: ભારતને વેઈટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનૂની સફળતાની કહાની જાણો

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતની મીરાબાઈ ચાનૂએ પહેલો મેડલ મેળવી લીધો છે. આવો, જાણીએ મીરાબાઈના સફળતાની કહાની.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતની મીરાબાઈ ચાનૂએ પહેલો મેડલ મેળવી લીધો છે. શનિવારે 49 કિગ્રાની શ્રેણીમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો. મીરાબાઈના મુકાબલા દરમિયાન 84 કિલો અને 87 કિલોનુ વજન એકદમ યોગ્ય ઉઠાવ્યુ પરંતુ 89ની શ્રેણીમાં તે નિષ્ફળ રહી માટે તેને સિલ્વર મેડલ મળ્યો. ગોલ્ડ મેડલ ચીનની ખેલાડીને મળ્યો. મીરાબાઈ ચાનૂની જીતની ઉજવણી ભારતમાં શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીથી લઈને રાષ્ટ્રપતિ સુધી સૌએ તેને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. આવો, જાણીએ મીરાબાઈના સફળતાની કહાની.

મીરાબાઈ ચાનૂ નિષ્ફળતાથી સફળતા સુધી

મીરાબાઈ ચાનૂ નિષ્ફળતાથી સફળતા સુધી

મીરાબાઈ ચાનૂનો જન્મ 8 ઓગસ્ટ, 1994ના રોજ મણિપુરના નોંગપેક કાકચિંગ ગામમાં થયો હતો. શરૂઆતમાં મીરાબાઈનુ સપનુ તીરંદાજ બનવાનુ હતુ પરંતુ કોઈ કારણોસર તેને વેઈટલિફ્ટિંગમાં પોતાનુ કરિયર પસંદ કરવુ પડ્યુ. મીરાબાઈએ 2014માં ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા શ્રેણીાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. મીરાબાઈએ રિયો ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરી લીધુ હતુ પરંતુ રિયોમાં તેનુ પ્રદર્શન અપેક્ષ મુજબ નહોતુ રહ્યુ. તે ક્લીન એન્ડ જર્કના ત્રણ પ્રયત્નોમાં વજન ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી.

એક પછી એક સફળતાના સોપાન સર કર્યા

એક પછી એક સફળતાના સોપાન સર કર્યા

મીરાબાઈ ચાનૂએ 2017ના વિશ્વ ભારોત્તોલન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યુ. અનાહેમમાં થયેલ આ ચેમ્પિયનશિપમાં મીરાબાઈએ કુલ 194માં સ્નેચમાં 85 અને ક્લીન એન્ડ જર્કમાં 107 કિગ્રા વજન ઉઠાવ્યુ હતુ કે જે એક રેકૉર્ડ હતો. ત્યારબાદ 2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીતીને પોતાની શક્તિ સાબિત કરી. તમને જણાવી દઈએ કે મીરાબાઈ 2021 માટે ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરનાર એકમાત્ર ભારતીય વેઈટલિફ્ટર છે. તેણે એશિયન ચેમ્પિયનશિપમાં 49 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય જીતીને ટોક્યોની ટિકિટ મેળવી હતી. 26 વર્ષની મીરાબાઈએ સ્નેચમાં 86 કિગ્રાનુ વજન ઉઠાવ્યા બાદ ક્લીન એન્ડ જર્કમાં વિશ્વ રેકૉર્ડ બનાવીને 119 કિગ્રાનુ વજન ઉઠાવ્યુ હતુ.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન

પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન

ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂના સિલ્વર મેડલ જીત્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને કહ્યુ કે ભારોત્તોલનમાં સિલ્વર મેડલ જીતીને ટોક્યો ઓલિમ્પિક 202માં ભારત માટે મેડલ મેળવવાની શરૂઆત કરવા માટે મીરાબાઈને હાર્દિક અભિનંદન. વળી, પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને લખ્યુ કે આનાથી સારી શરૂઆત ના હોઈ શકે. મીરાબાઈ ચાનૂનુ પ્રદર્શન. ભારોત્તોલનમાં સિલ્વર મેડલ જીતવા માટે તેમને અભિનંદન. તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે.

English summary
Tokyo 2020: Know the success story of Mirabai Chanu who gave India a silver medal in weightlifting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X