For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics: માત્ર ફોટોશૂટમાં હતુ પ્રણતિનુ ધ્યાન, ભારતની એકમાત્ર જિમનાસ્ટના પૂર્વ કોચનો દાવો

પ્રણતિ નાયકના પૂર્વ કોચ મીનારા બેગમનુ માનવુ છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની એકમાત્ર જિમનાસ્ટ રહેલી પ્રણતિમાં ગંભીરતાની કમી હતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રણતિ નાયકના પૂર્વ કોચ મીનારા બેગમનુ માનવુ છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની એકમાત્ર જિમનાસ્ટ રહેલી પ્રણતિમાં ગંભીરતાની કમી હતી અને આ રમત આ યુવા એથલીટ માટે માત્ર લાઈમલાઈટ્સમાં આવવા અને ફોટો સેશન કરાવવાનુ માધ્યમ હતો. મીનારાએ એ પણ આરોપ લગાવ્યો કે પ્રણતિના વર્તમાન કોચ 27 વર્ષીય લખન શર્મા પણ ગંભીર નહોતા.

પૂર્વ કોચ મીનારા બેગમે કર્યા દાવા

પૂર્વ કોચ મીનારા બેગમે કર્યા દાવા

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા મીનારા બેગમે આ વાત કહી, 'તે 26 વર્ષની છે અને તે કોચ 27 વર્ષના છે. મે તેમનામાં કોઈ ગંભીરતા જોઈ નહિ. મે એને ટ્રેઈન કરી પરંતુ ભારતમાં ઉચ્ચ અધિકારીઓએ મને સાઈડ કરી દીધી અને 2021માં લખનને કોચ રાખ્યા.' ઓલિમ્પિકના બે મહિના પહેલા પ્રણતિના કોચ પદેથી હટાવાયા બાદ મીરાનાએ પ્રધાનમંત્રી મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ અંગે જણાવ્યુ હતુ. મીનારાએ કહ્યુ, 'મારી આશા મુજબ તેનુ પ્રદર્શન સારુ નહોતુ. મને ખબર હતી કે આ સારુ નહિ રહે કારણકે 27 વર્ષીય કોચ ટ્રેનિંગ માટે રાખવામાં આવ્યા. તેની રમતમાં કોઈ દોષ નહોતો.' પ્રણતિએ જિમનાસ્ટિક સેન્ટરમાં ચાર શ્રેણીઓમાં કુલ 42.565નો સ્કોર નોંધાવ્યો. ચાર શ્રેણીઓમાં ફ્લોર એક્સરસાઈઝ, વૉલ્ટ, અનઈવન બાર અને બેલેન્સ બીમ શામેલ હતા. મીનારાનો આરોપ છે કે ટોક્યો ઓલિમ્પિક પ્રણતિ માટે એક ફોટો સેશન જેવુ હતુ.

એરપોર્ટથી જ જાણે કે ફોટોશૂટ શરૂ થઈ ગયુ

એરપોર્ટથી જ જાણે કે ફોટોશૂટ શરૂ થઈ ગયુ

મીનારાએ જણાવ્યુ કે, 'તે ગંભીર નહોતી. તે જાણે કે ત્યાં ફરવા ગઈ હતી અને એરપોર્કટથી જ તેનુ ફોટોશૂટ શરૂ થઈ ગયુ હતુ. મે સાંભળ્યુ છે કે તેણે એરપોર્ટથી ફોટા પોસ્ટ કર્યા છે. પ્રણતિ એક ફાઈટર છે પરંતુ તે ગંભીર નહોતી. તે ઈવેન્ટ દરમિયાન ચારે તરફ જોઈ રહી હતી. જ્યારે તે મારી છાત્રા હતીત્યારે મે એને આવુ કરતા ક્યારેય નહોતી જોઈ. તેણે ટેબલ વૉલ્ટમાં વધુ પ્રયત્ન કરવો જોઈતો હતો. મને તેની ખરાબ રમત પર વિશ્વાસ નહોતો આવતો અને જ્યારે મે તેને જોઈ ત્યારે મને બહુ ખરાબ લાગ્યુ, હું સમજાવી નથી શકતી.'

8 વર્ષની ઉંમરથી પ્રણતિની કોચ

8 વર્ષની ઉંમરથી પ્રણતિની કોચ

મીનારા બેગમે 8 વર્ષની ઉંમરથી પ્રણતિને કોચિંગ આપ્યુ છે. પ્રણતિએ ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાઓમાં અને મીનારાના પ્રશિક્ષણમાં ભાગ લીધો. કોચ મીનારાએ આગળ જણાવ્યુ કે, 'મને એ સમ્માન મળવુ જોઈએ. મે તેને પ્રશિક્ષિત કરપવા માટે પોતાનુ જીવન આપી દીધુ અને ત્યારબાદ મને હટાવી દેવામાં આવી. ઉચ્ચ અધિકારીઓએ આ અંગે વિચારવુ જોઈએ. તેમણે જોવુ જોઈએ કે તેમની ક્ષમતા શું છે. એક દિવસમાં કોચ નથી બનાતુ, તે કોઈ અનુભવી નથી.' જો કે મીનારાએ ઓલિમ્પિકમાં આયોજન પહેલા પ્રણતિને શુભકામનાઓ આપી હતી પરંતુ હવે તે એની સાથે વાત કરવા નથી માંગતી, તે ભારતીય અધિકારીઓની રીતભાતથી પણ નિરાશ જણાઈ.

English summary
Tokyo Olympics: Pranati Nayak attention was only in the photo shoot said former coach Minara Begum
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X