For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics: દક્ષિણ આફ્રિકાની સ્વિમર તાત્જાના શૉનમેકરે વ્યક્તિ સ્વિમિંગમાં બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

દક્ષિણ આફ્રિકાની તાત્જાના શૉનમેકરે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા વ્યક્તિગત સ્વીમિંગમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ દક્ષિણ આફ્રિકાની તાત્જાના શૉનમેકરે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા વ્યક્તિગત સ્વીમિંગમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેણે બાર્સિલોનામાં 2013માં વિશ્વ ચેમ્પિયનશિપમાં ડેનમાર્કની રિક્કે મોલર પેડર્સન દ્વારા નિર્ધારિત 2:19.11 ના નિશાનને તોડીને બે મિનિટ, 18.95 સેકન્ડના સમય સાથે મહિલાઓનો 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક જીત્યો છે. સંયુક્ત રાજ્ય અમેરિકાએ અન્ય બે મેડલ મેળવ્યા. લિલી કિંગે રેસની શરૂઆતમાં એક તેજ ગતિથી સેટ કર્યો અને 2:19.92માં એક સિલ્વર મેળવ્યો જ્યારે એની લેઝરે 2:20.84 સમયમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

Schoenmaker

આ ટોક્યો એક્વાટીક્સ સેન્ટરમાં ત્રીજો વર્લ્ડ રેકૉર્ડ હતો જેમાં પહેલા બે મહિલા રિલેમાં આવ્યા હતા. સેલેબ ડ્રેસેલે 100 બટરફ્લાઈના સેમીફાઈનલમાં વધુ એક ઓલિમ્પિક રેકૉર્ડ બનાવ્યો. રયલોવે 200 મીટર બેકસ્ટ્રોક જીત્યો. રશિયન ઓલિમ્પિક કમિટીના એવગેની રયલોવે ટોક્યો ઓલિમ્પિકમાં બેકસ્ટ્રોક સ્વીપ પૂરુ કરી લીધુ છે. રયલોવે 100 મીટર બેકમાં જીત સાથે 200 મીટર બેકસ્ટ્રોક પણ 1: 53.29 સેકન્ડના ઓલિમ્પિક રેકૉર્ડ સાથે જીતી લીધુ.

સિલ્વર મેડલ અમેરિકી રયાન મર્ફીએ 1:54.72 સમયમાં મેળવ્યો જ્યારે બ્રિટનના લ્યૂક ગ્રીનબેંકે 1:54.72 સમયમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તમને જણાવી દઈએ કે મર્ફી રિયો ગેમ્સ, 2016નો ડબલ ગોલ્ડ મેડલ વિજેતા હતો. રયલોવે ટોક્યોમાં પોતાના બે ગોલ્ડ સાથે યુએસની જીતનો સિલસિલો સમાપ્ત કર્યો. મર્ફીને આ વખતે સિલ્વર અને બ્રોન્ઝથી જ સંતોષ માનવો પડ્યો.

English summary
Tokyo Olympics: South Africa's Schoenmaker win gold medal with world record in women's 200m breaststroke
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X