For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics: સુરિથા મુખર્જીની વિજયી શરૂઆત

જાપાનના ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં પહેલા દિવસે ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર સુરિથા મુખર્જીએ વિજયી શરૂઆત કરી છે.

|
Google Oneindia Gujarati News

જાપાનના ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં પહેલા દિવસે ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર સુરિથા મુખર્જીએ વિજયી શરૂઆત કરી છે. શનિવારે ટોક્યો મેટ્રોપોલિટન જિમ ખાતે રમાયેલી ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સની પ્રથમ મેચમાં સુરિથા મુખર્જી બીજા રાઉન્ડમાં આગળ વધી હતી અને મહિલા સિંગલ્સમાં ભારત માટે વિજેતા પ્રવેશ મેળવનાર મણિકા બત્રા પછી બીજી ખેલાડી બની હતી. સુરિથાએ તેની શરૂઆતની મેચમાં સ્વીડનની લિંડા બર્ગસ્ટ્રોમને 5-11, 11-9, 11-1, 11-9, 11-3, 11-9, 11-mg5 ના સ્કોરલાઈનથી હરાવી.

Tokyo Olympics

ઓલિમ્પિમાં પહેલા દિવસે રમાયેલી આ શરૂઆતની મેચમાં, સુરિથા મુખર્જીની ખાસ શરૂઆત નહોતી અને તેણે પ્રથમ સેટમાં 5-11થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જો કે બીજા રાઉન્ડમાં સુરિથાએ 11- 9 થી શાનદાર વાપસી કરી 1-1 પર સ્કોર લાઇન બરાબરી કરી. જો કે, આ પછી, સુરિથાની પ્રતિસ્પર્ધીએ આગળના બે સેટ જીતીને દબાણ વધારી દીધુ હતું. સુરિથા મુખર્જીએ 3-૧થી પાછળ રહી જવા છત્તા હાર માની ન હતી અને પાંચમા અને છઠ્ઠા સેટમાં 11-3, 11-9થી જીત સાથે ફરી એક વાર સ્કોર લાઇન બરાબરી કરી જીતની આશા જીવંત રાખતા અંતિમ રાઉન્ડમાં પહોંચી ગઈ હતી, સાતમાં રાઉન્ડમાં જીત મેળવી તેને મેચ જીતી લીધી હતી.

આ અગાઉ ભારતની મણિકા બત્રાએ મહિલા સિંગલ્સ મેચમાં બ્રિટનની ટીન-ટીન હોને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. મણિકાએ આ મેચમાં સમયનો બગાડ ન કરતા 30 મિનિટમાં જ ટીન-ટીન હોને 11-7, 11-6, 12-10, 11-9થી હરાવી દીધી હતી. આ જીત મણિકાના મનોબળ માટે ખૂબ મહત્વની હતી, કારણ કે તે અચંથા શરથ કમલ સાથે રમાયેલી મિક્સ ડબલ્સ મેચમાં ચાઈનીઝ તાઈપેની ટીમ સામે 0-4થી હારી ગઈ હતી. ચીનની યૂ ઝૂ લિન અને ચેંગ આઇ ચિંગે 24 મિનિટમાં ભારતીય જોડીને માત આપીને બહારનો રસ્તો બતાવ્યો હતો.

English summary
Tokyo Olympics: Suritha Mukherjee's victorious start.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X