For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Paralympics 2020 : નિશાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર અને વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ જીત્યો

ભારતના નિષાદ કુમારે રવિવારના રોજ ઇતિહાસ રચ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સના પાંચમા દિવસે દેશના ખાતામાં બીજો મેડલ ઉમેરવા માટે પુરુષોની ઉંચીકૂદમાં નિષાદ કુમારે સિલ્વર અને વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

|
Google Oneindia Gujarati News

Tokyo Paralympics 2020 : ભારતના નિષાદ કુમારે રવિવારના રોજ ઇતિહાસ રચ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સના પાંચમા દિવસે દેશના ખાતામાં બીજો મેડલ ઉમેરવા માટે પુરુષોની ઉંચીકૂદમાં નિષાદ કુમારે સિલ્વર જીત્યો હતો અને વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નિશાદ કુમારે યુએસએના ટાઉનસેન્ડ રોડરિકને પાછળ રાખીને ભારત માટે મેડલ મેળવનારી ભાવિના પટેલ બાદ બીજા એથ્લેટ બન્યા છે. નિષાદના સાથી કોમ્પિટીટર રામ પાલ ઇવેન્ટમાં પાંચમા સ્થાને રહ્યો હતો અને પોડિયમ ફિનિશિંગથી સહેજ ચૂકી ગયો હતો.

Vinod Kumar

નિષાદ કુમાર એશિયન રેકોર્ડ જીતવાના પ્રથમ પ્રયાસમાં 2.06 મીટરનો સ્કોર પાર પાડી શક્યા હતા અને તેમના વ્યક્તિગત શ્રેષ્ઠ નજીક હતા. ટાઉનસેન્ડ રોડરી 2.15 મીટરના વર્લ્ડ રેકોર્ડના કૂદકા સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો જ્યારે તેના સાથી પ્રતિસ્પર્ધી વાઈઝ ડલ્લાસે 2.06 મીટરના શ્રેષ્ઠ કૂદકા સાથે બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે ડિસ્ક થ્રોમાં વિનોદ કુમારે પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ અને એશિયન રેકોર્ડ બનાવ્યો છે, 19.91 મીટર થ્રો ફેંક્યો છે અને હાલમાં તે ત્રીજા સ્થાને છે. ટુર્નામેન્ટનો છેલ્લો થ્રો ફેંકવાનો હતો, જે વિનોદના થ્રોની પાછળ પડ્યો હતો, જે કારણે ભારતના ખાતામાં બ્રોન્ઝ મેડલ આવ્યો છે.

Vinod Kumar

પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ બીજો મેડલ છે. ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના પટેલે મહિલા ટેબલ ટેનિસ C4 કેટેગરીમાં રનર અપ તરીકે સમાપ્ત થયા બાદ સિલ્વર મેડલ મેળવ્યો હતો, જે ગોલ્ડ મેડલ મેચમાં વિશ્વની નંબર 1 ચીનની ઝોઉ યિંગ સામે હારી ગઇ હતી.

કમ્પાઉન્ડ મિક્સ્ડ જોડીમાં ભારતીય અભિયાનનો અંત આવ્યો છે. રવિવારના રોજ પેરાલિમ્પિક ગેમ્સમાં રાકેશ કુમાર અને જ્યોતિ બાલિયાની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થયા હતા. જે બાદ તીરંદાજીમાં કમ્પાઉન્ડ મિક્સ જોડી ઓપનમાં ભારતીય અભિયાનનો અંત આવ્યો હતો.

English summary
On the fifth day of the Tokyo Paralympics, Nishad Kumar won silver in the men's high jump and Vinod Kumar won bronze in the discus throw to add another medal to the country's tally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X