For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Paralympics : સિંહરાજ અધાનાએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ભારતીય શૂટર સિંહરાજ અધાનાએ મંગળવારના રોજ ટોક્યો પેરાલિમ્પિક્સમાં પુરુષોની P1 10m એર પિસ્તોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અન્ય ભારતીય શૂટર મનીષ નરવાલ આ ઇવેન્ટમાં સાતમા સ્થાને રહ્યો હતો.

|
Google Oneindia Gujarati News

Tokyo Paralympics : ભારતીય શૂટર સિંહરાજ અધાનાએ મંગળવારના રોજ ટોક્યો પેરાલિમ્પિક્સમાં પુરુષોની P1 10m એર પિસ્તોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અન્ય ભારતીય શૂટર મનીષ નરવાલ આ ઇવેન્ટમાં સાતમા સ્થાને રહ્યો હતો. ચીનના ચાઓ યાંગ અને જિંગ હુઆંગે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા.

ટોચના ત્રણમાંથી રાઉન્ડિંગમાં અધાના તેના 19મા નબળા શોટ સાથે સ્પર્ધામાંથી લગભગ બહાર થઈ ગયા હતા, પરંતુ તેમના 20મા પ્રયાસમાં પુનરાગમન કરવામાં સફળતા મળી હતી. કારણ કે ચીનના શિયાઓલોંગ લુને ફક્ત 8.6 પોઇન્ટ જ મળ્યા હતા. અધાનાએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1) ઇવેન્ટમાં કુલ 216.8ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

singhraj adhana

ટોક્યો પેરાલિમ્પિક્સમાં શૂટિંગમાં ભારતનો આ બીજો મેડલ હતો. આ પહેલા સોમવારના રોજ અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ (SH1) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ મનીષ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટોપ પર હતો અને ઘણી સનસનાટી મચાવી હતી, જ્યારે સિંહરાજ છઠ્ઠા સ્થાને રહ્યો હતો, પરંતુ ફાઇનલ ઇવેન્ટમાં સિંહારાજે સાબિત કર્યું કે, અનુભવ જ તમને મોટી મેચમાં દબાણનો સામનો કરવાનું શીખવે છે. આ અગાઉ નરવાલે ચાઇનીઝ લુ શિયાઓલોંગ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, બંનેએ 575 પોઇન્ટ મેળવ્યા હતા. સિંહરાજ 60 શોટ ક્વોલિફાઇંગ સર્કલમાં 569 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો.

પેરા સ્પોર્ટ્સની આ શ્રેણીમાં પિસ્તોલ માત્ર એક હાથથી પકડવામાં આવે છે. SH1 કેટેગરીના રમતવીરોમાં એક હાથ અને પગને અસર થાય છે, જે કારણે ઘણીવાર પ્રભાવિત અંગોને કાપવા પણ પડે છે. ઘણીવાર કરોડરજ્જુની ઇજાઓના પણ થાય છે. બીજી તરફ P1 પુરુષોની 10 એર પિસ્તોલ સ્પર્ધા માટે વર્ગીકરણ છે. કેટલાક શૂટર્સ બેસવાની સ્થિતિમાં સ્પર્ધા કરે છે, જ્યારે અન્ય નિયમોમાં નિર્ધારિત મુજબ સ્થાયી સ્થિતિમાં ટારગેટ ભેદે છે.

શૂટરને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, સિંહરાજ અધાનાનું અસાધારણ પ્રદર્શન! ભારતના પ્રતિભાશાળી શૂટરએ પ્રતિષ્ઠિત બ્રોન્ઝ મેડલ જીત્યો. સિંહરાજ જબરદસ્ત મહેનત કરી અને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. તેમને અભિનંદન અને તેમના પ્રયાસો માટે શુભકામનાઓ."

English summary
Indian shooter Sinharaj Adhana has won a bronze medal in the men's P1 10m air pistol SH1 final at the Tokyo Paralympics on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X