For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાતિ હે કી જાતી હી નહીં - હોકી સ્ટાર વંદના કટારિયાનો પરિવાર જાતિવાદનો શિકાર બન્યો

બે ઉચ્ચ જાતિના લોકોએ હરિદ્વારના રોશનાબાદ ગામમાં વંદના કટારિયાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને તેના ઘર બહાર ફટાકડા ફોડીને દલિત હોવાના કારણે ભારતીય હોકી ટીમની હારની ઉજવણી કરી હતી.

|
Google Oneindia Gujarati News

હરિદ્વાર : બુધવારના રોજ ટોક્યો ઓલિમ્પિક 2020માં મહિલા હોકી સેમિફાઇનલમાં ભારતની ટીમ આર્જેન્ટિના સામે હારી ગઇ હતી. જેના કલાકો બાદ બે ઉચ્ચ જાતિના લોકોએ હરિદ્વારના રોશનાબાદ ગામમાં વંદના કટારિયાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને તેના ઘર બહાર ફટાકડા ફોડીને દલિત હોવાના કારણે ભારતીય હોકી ટીમની હારની ઉજવણી કરી હતી. આ સાથે તેમણે તેમના ઘર બહાત ડાન્સ કર્યો અને વંદના કટારિયાના પરિવારને જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા. આ સાથે જાતિ વિષયક શબ્દો સાથે કહ્યું કે, હોકી ટીમ હારી ગઈ તેનું કારણ છે કે, તેમાં "ઘણા દલિત ખેલાડીઓ" (દલિત શબ્દ બંધારણીય હોવાથી લખ્યો છે કેમ કે તેમને બોલેલા શબ્દો ગેરબંધારણીય અને અસામાજિક હતા) હતા, વંદના કટારિયાના પરિવાર આ બાબતે જણાવે છે કે, આ અંગે અમે પોલીસને જાણ કરી હતી, જે બાદ એક આરોપીની પોલીસે અટકાયત કરી છે.

વંદનાના ભાઈ શેખર જણાવે છે કે, હાર બાદ અમે વ્યથિત હતા, પરંતુ ટીમ મેદાનમાં ઉતરી અને સેમી ફાઇનલમાં પહોંચી તેનો અમને ગર્વ હતો. ભારતીય મહિલા હોકી ટીમ મેચ હારી ગઇ એ બાદ અમારા ઘરની બહાર ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જ્યારે અમે બહાર ગયા ત્યારે અમે અમારા ગામના બે માણસો જોયા, અમે તેમને ઓળખીએ છીએ અને તેમને ઉચ્ચ જાતિના છે, તઓ અમારા ઘરની સામે નૃત્ય કરી રહ્યા હતા. આ સાથે તેમને ભારતીય મહિલા હોકી ટીમની હારની ઉજવણી કરી રહ્યા હતા કેમ કે હોકી ટીમમાં દલિત ખેલાડી પણ રમી રહ્યા હતા.

Vandana Kataria

આ દરમિયાન વંદનાના પરિવારને બહાર જોયો, ત્યારે તેમને જાતિવાચક અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. તેમને જાતિ વિષયક અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા, અમારા પરિવારનું અપમાન કરી રહ્યા હતા. આ સાથે તેમને કહેતા હતા કે ભારતીય મહિલા હોકી ટીમ એટલે હારી ગઈ કેમ કે તેમા ઘણા બધા દલિત ખેલાડી હતા. (આ લોકોએ ચોક્કસ જાતિસુચક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો જે ગેરબંધારણીય અને અસામાજિક હોવાથી અહીં લખી શકાતો નથી).

આ સાથે અપમાન કરાનારા લોકોએ કહ્યું કે, માત્ર હોકી જ નહીં, પરંતુ દરેક રમતમાં દલિતોને દૂર રાખવા જોઇએ છે. આ બોલ્યા બાદ તેમને પોતાના અમુક વસ્ત્રો ઉતાર્યા અને ફરીથી નાચવા લાગ્યા હતા. આ નાચ પણ જાતિ આધારિત હુમલો હતો.

આ અંગેની અરજી આપવામાં આવી છે. ફરિયાદના આધારે FIR નોંધવાની બાકી છે. સિડકુલ પોલીસ સ્ટેશનના SHO એલ. એસ. બુટોલાએ જણાવ્યું કે, જેનું નામ સામે આવ્યું છે, તેની અટકાયત કરવામાં આવી છે. તેમણે આરોપીની ઓળખ છૂપાવી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે, અમને ફરિયાદ મળી છે અને તપાસ ચાલુ છે, ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવશે.

આવી ઘટના પહેલીવાર નથી બની, આ પહેલા પણ ઘણા ખેલાડીઓને આવી બાબતનો સામનો કરવો પડે છે. હાલ ગુગલ પર પણ લોકો ટોક્યો ઓલિમ્પિક 2020માં ઝળકેલા ખેલાડીઓનો ધર્મ અને જાતિ જાણવા સર્ચ કરી રહ્યા છે. હવે જોવુ રહ્યું કે દેશનું ગૌરવ વધારનારી વંદના કટારિયાના પરિવારને ન્યાય મળશે કે, લાખો કેસની જેમ વધુ એક કેસની ફાઇલ ન્યાયની રાહમાં ઘુળ ખાતી પડી જ રહેશે?

ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટિનાએ ભારતને 2-2થી હરાવીને ટોક્યો ઓલિમ્પિક મહિલા હોકીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે શરૂઆતમાં લીડ મેળવી લીધી હતી પરંતુ આર્જેન્ટિનાએ મેચ જીતવા માટે જોરદાર વાપસી કરી હતી. આર્જેન્ટિનાની કેપ્ટન મારિયા બેરિયોનેવોએ બંને ગોલ ફટકારી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.

આ મેચમાં ત્રણેય ગોલ પેનલ્ટી કોર્નરથી આવ્યા હતા. બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમ ગ્રેટ બ્રિટન સામે રમશે. હાફ ટાઈમ સુધી મેચ બરાબરી પર હતી પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાએ આક્રમક રમત બતાવી અને ભારતીય ટીમને બેકફૂટ પર રાખી. ભારતીય ટીમના ડિફેન્સ અને મિડફિલ્ડ પરેશાન હતા અને આર્જેન્ટિનાએ ખૂબ જ ઝડપી હોકી રમી હતી. આર્જેન્ટિનાએ પેનલ્ટી કોર્નર ફટકારીને મેચની બરાબરી કરી હતી.

English summary
The two upper castes reached Vandana Kataria's house in Roshanabad village of Haridwar. Meanwhile, he celebrated the defeat of the Indian hockey team by exploding firecrackers outside his house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X