Video: સલમાન ખાનના 'સ્વૈગ' પર ડાન્સ કર્યો સાનિયા મિર્ઝાએ
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ દુબઇમાં રજાઓ માણી રહી છે. દુબઇમાં એક ડાન્સ ક્લાસમાં જોડાઇ છે. જ્યાં તે ઝુંબા ડાંસ શીખી રહી છે. આ અંગે વધુ વાંચો અહીં.
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ દુબઇમાં રજાઓ માણી રહી છે. નોંધનીય છે કે, સાનિયાને કોઇ 'ઝમ્પર્બ' પ્રકારની ઇન્જરી થઇ છે. આથી તે આવતા મહિને શરૂ થનાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લઇ શકે. તેની ઇન્જરી વિશે વાત કરતા સાનિયા જણાવે છે કે, તેને ખુબ દુખાવો થાય છે. આ ઇન્જરી સાથે તે ચાલી શકે છે પરંતુ તે રમી શકે તેવી સ્થિતિમાં નથી. આથી તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લે. આ ઇન્જરી ને સરખી કરવા હાલ તે દુબઇમાં એક ડાન્સ ક્લાસમાં જોડાઇ છે. જ્યાં તે ઝુંબા ડાંસ શીખી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાનિયા દુબઇ જતા પહેલા તેના સાસરે એટલે કે પાકિસ્તાનમાં પણ થોડો સમય રહી હતી. પાકિસ્તાનમાં સાનિયાએ તેમના પતિ શોએબ મલિક અને આખી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે ડિનર કર્યુ હતું. આ ડિનર મોહમ્મદ હાફીસ દ્વારા પાક. ટીમ દક્ષિણ આફ્રિકા જાય તે પહેલા રાખવામાં આવ્યું હતું. સાનિયા મિર્ઝા એ બાદ દુબઇ આવી ગઇ હતી. તેણે પોતાના ઝુંબા ડાન્સના વીડિયો ઇન્સટાગ્રામ પર મુક્યા હતા. આ વીડિયોમાં સાનિયા સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હે' ના ગીત ' સ્વૈગ સે કરેંગે સબકા સ્વાગત' પર ડાન્સ કરતી જોવા મળે છે. તો જુઓ આ વીડિયો...
A post shared by Sania Mirza (@mirzasaniar) on












Click it and Unblock the Notifications
