ભારત વિ. ન્યુઝીલેન્ડ પ્રથમ મેચઃ આ બાબતો રહી ખાસ

Posted By:
Subscribe to Oneindia News

રવિવારે ભારત અને ન્યુઝલેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતને 24 રને પરાજય મળ્યો છે. જો કે, ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરતા કારકિર્દીની 18મી સદી ફટકારી છે. આ સાથે જ તે વિશ્વ ક્રિકેટનો ઝડપી બેટ્સમેન બની ગયો છે કે જેણે 18 સદી સુધીની યાત્રા માત્ર 119 ઇનિંગમાં પૂર્ણ કરી લીધી આ પહેલા ભારત તરફથી સૌરવ ગાંગુલી હતા કે જેમણે 174 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત રવિવારે રમાયેલી બન્ને દેશો વચ્ચેની પ્રથમ વનડેમાં અનેક એવી ખાસ અને રસપ્રદ બાબતો બની કે જે અંગે કદાચ તમને માહિતી નહીં હોય.

રવિવારની મેચ પર આછી નજર ફેરવીએ તો ન્યુઝીલેન્ડ તરફથી ભારતને 293 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ 49 ઓવરમાં 268 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી વિરાટ કોહલી 123 રનની જ્યારે સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ 40 રનની ઇનિંગ રમી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ મેચ સાથે જોડાયેલી કેટલાક રોચક તથ્યો.

દેશ બહાર સતત ત્રીજી હાર

દેશ બહાર સતત ત્રીજી હાર

દેશ બહાર ભારતે સતત આ ત્રીજી મેચ હારી છે. આ પહેલા 5 ડિસેમ્બર 2013ના રોજ દક્ષિણ આફ્રિકા સામે 141 રને, 8 ડિસેમ્બર 2013ના રોજ દક્ષિણ આફ્રિકા સામે 134 રન અને 19 જાન્યુઆરી 2014ના રોજ ન્યુઝીલેન્ડ સામે 24 રને મેચ ગુમાવી છે.

નેપિયરમાં છમાંથી ચારમાં પરાજય

નેપિયરમાં છમાંથી ચારમાં પરાજય

ન્યુઝીલેન્ડના નેપિયર ખાતે ભારતે રમેલી 6 વનડે મેચોમાંથી ભારતે ચાર મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

2010 બાદ ભારત સામે પહેલો વિજય

2010 બાદ ભારત સામે પહેલો વિજય

બાડમુલા ખાતે 10 ઑગસ્ટ 2010માં ભારત સામે પરાજય થયા બાદ ન્યુઝીલેન્ડ ભારત સામે રમેલી સાત મેચોમાંથી માત્ર એક મેચમાં વિજય મેળવ્યો છે, જે નેપિયરમાં રવિવારે રમાઇ હતી. આ પહેલીની છ મેચો તે મોટા અંતરથી હાર્યું હતું.

ન્યુઝીલેન્ડ સામે હાઇએસ્ટ લોસિંગ ટોટલ

ન્યુઝીલેન્ડ સામે હાઇએસ્ટ લોસિંગ ટોટલ

ન્યુઝીલેન્ડમાં રમેલી વનડેમાં રવિવારે ભારતે જે પરાજય મળ્યો તે હાઇએસ્ટ લોસિંગ ટોટલ હતો. નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતે 268 રન બનાવ્યા હતા.

નેપિયરમાં ચાર વિકેટ મેળવનાર સામી બીજો ભારતીય

નેપિયરમાં ચાર વિકેટ મેળવનાર સામી બીજો ભારતીય

23 ઓક્ટોબર 2013ના રોજ ઓસ્ટ્રેલિયા સામે 42 રનમાં 3 વિકેટ લેનાર મોહમ્મદ સામીએ કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડ સામે 55 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ સામી બીજો ભારતીય બોલર બની ગયો હતો કે જેણે નેપિયરમાં ચાર વિકેટ મેળવી હોય. સામી પહેલા આ કારનામો જગવલ શ્રીનાથે કર્યો હતો. જગવલે 16 ફેબ્રુઆરી 1995માં 52 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

300 કેચ પકડનાર પહેલો ભારતીય વિકેટ કીપર

300 કેચ પકડનાર પહેલો ભારતીય વિકેટ કીપર

રોસ ટેલરનો કેચ પકડતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની પહેલા ભારતીય વિકેટકીપર બની ગયો હતો કે જેણે 300 કરતા વધુ કેચ પકડ્યા હોય. આ સાથે જ તે એડમ ગિલક્રિસ્ટ(472), માર્ક બાઉચર(424) અને કુમાર સંગાકારા(424)ની હરોડમાં આવી ગયો છે. તેમજ ધોની ત્રીજો વિકેટકીપર છે કે જેણે 300 કેચ પકડ્યા હોય અને 5000 રન પૂર્ણ કર્યા હોય.

નેપિયરમાં હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર

નેપિયરમાં હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર

નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે રમેલી 123 રનની ઇનિંગ સાથે જ વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે, આ પહેલા આ સિદ્ધિ વિરેન્દ્ર સેહવાગના નામે હતી, જેણે 108 રન ફટાકર્યા હતા.

કોહલીની બે જ સદી એળે ગઇ

કોહલીની બે જ સદી એળે ગઇ

વનડે ક્રિકેટમાં કોહલી દ્વારા ફટકારવામાં આવેલી 18માંથી માત્ર બે જ સદી એવી છે કે જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હોય. નેપિયરની 123ની ઇનિંગ પહેલા ઇંગ્લેન્ડ સામેની 16 સપ્ટેમ્બર 2011ના રોજ રમાયેલી મેચમાં કોહલીએ 107 રનની ઇનિંગ રમી હતી, જેમાં ભારત હાર્યું હતું.

ગાંગુલીના માઇલ સ્ટોનની બરોબરી

ગાંગુલીના માઇલ સ્ટોનની બરોબરી

કોહલીએ માત્ર 119 ઇનિંગમાં 18 સદી ફટકારીને એક કિર્તિમાન રચ્યો છે. આ પહેલા ભારત તરફથી આ કિર્તિમાન સૌરવ ગાંગુલીના નામે હતો. ગાંગુલીએ 174 ઇનિંગમાં 18 સદી ફટકારી હતી.

દ્રવિડની બરોબરી

દ્રવિડની બરોબરી

આ સાથે જ વિરાટ કોહલીએ રાહુલ દ્રવિડની પણ બરોબરી કરી લીધી છે. રાહુલ દ્રવિડે 1999માં અણનમ 123 રનની ઇનિંગ રમી હતી અને તેમાં ભારત હાર્યું હતુ, જ્યારે ન્યુઝીલેન્ડ સામે રવિવારે વિરાટ કોહલીએ પણ એટલા જ રન બનાવ્યા હતા અને ભારતનો પરાજય થયો હતો.

બીજી વિકેટ માટે હાઇએસ્ટ ભાગીદારી

બીજી વિકેટ માટે હાઇએસ્ટ ભાગીદારી

ધવન અને કોહલીએ બીજી વિકેટ માટે 58 રન બનાવ્યા હતા. જે ભારત દ્વારા બીજી વિકટે માટે ન્યુઝીલેન્ડ સામે બનાવવામાં આવેલી સર્વાધિક ભાગીદારી છે.

English summary
Here are some of the other statistical highlights from the Napier ODI

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.