અનુષ્કાએ વિરાટની જીત પર વગાળી તાળી, વિરાટે મેદાનમાંથી આપ્યું ચુંબન..
હૈદરાબાદ, 10 નવેમ્બર: ભારત અને શ્રીલંકાની વચ્ચે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલ મેચ દરમિયાન 53 રનોની શાનદાર પારી રમનાર ભારતીય કપ્તાન વિરાટ કોહલીનો ઉત્સાહ વધારવા માટે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ દર્શકોમાં હાજર રહી હતી. કોહલી આ મેચમાં અર્ધશતકીય પારી રમવાની સાથે એકદિવસીય મેચોમાં સૌથી ઝડપથી 6,000 રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયા.

ઉલ્લેખનીય છે કે ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ સમયે પણ અનુષ્કા શર્મા હાજર રહી હતી. ત્યાં કોહલીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું અને અનુષ્કાની ત્યાં હાજરીની ખૂબ જ ટીકા પણ થઇ હતી.
વિરાટ કોહલીએ અનુષ્કાની તાળીનો આપ્યો ચુંબનથી જવાબ જુઓ વીડિયોમાં...
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/ZzfBR49JVos" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
