..તો મેચ રમ્યાં વગર જ ભારત પહોંચી જશે ફાઇનલમાં!
મિરપુર, 4 એપ્રિલઃ ટી20 વિશ્વકપમાં ગઇ કાલે રમાયેલી પહેલી સેમીફાઇનલમાં જે પ્રકારે વરસાદે વિઘ્ન ઉભુ કરતા વેસ્ટ ઇન્ડિઝે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, તેવી જ રીતે જો આજે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં પણ વરસાદનું વિધ્ન જોવા મળી રહ્યું છે.હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ થઇ શકે છે, જો તેવું થયું અને તેવામાં એક પણ ઓવર ન નંખાય તો ભારતીય ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચી જશે.

નોંધનીય છેકે વેસ્ટ ઇન્ડિઝને ડકવર્થ લુઇસના નિયમ હેઠળ 27 રને હરાવી શ્રીલંકા સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા સાથે વરસાદના કારણે ઉભી થયેલી આ બીજી ટ્રેજડી છે. આ પહેલા પણ 22 વર્ષ પૂર્વે વનડે વિશ્વકપની એક મેચમાં દક્ષિણ આફ્રિકા સાથે આવું થયું હતું.












Click it and Unblock the Notifications
